તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજારમાં તેજીનો સંચાર:ભાવનગરની સોની બજારમાં રૂા.5 કરોડના સોનાનુ વેચાણ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અષાઢ શુદ એકમને બેસતો મહિનોના અને રવિવારના રોજ રવિ પુષ્યામૃત નામક એક સિધ્ધિ યોગ દિવસે જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક અદભૂત યોગના દિવસે ભાવનગરમાં લોકોએ સોના-ચાંદીના ઘરેણાની મન મુકીને જોરદાર ખરીદી કરી હતી તેના કારણે આ યોગ દિવસે 10 કિલો સોનાનુ વેચાણ થતા બજારમાં મંદિ છે તેમ લાગતુ નહોતુ.રવિપુષ્યામૃત રવિવારે આવે છે. આ દિવસે બજારો બંધ રહેતી હોય છે. પણ આ વર્ષે જયોતિષીની દ્રષ્ટિએ જ્ઞાનિઓના કહેવાથી સોના બજારમાં રોનક આવી હતી. આ સિધ્ધિ યોગ સવારે 6-15થી શરૂ આખો દિવસ રાત્રી સુધી હતો.

રવિપુષ્યામૃતયોગ પુષ્ય નક્ષત્ર અને રવિવારે રજા દિવસે લોકોને સોના-ચાંદીની ખરીદી કરી હતી. આ દિવસે ખરીદવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે વાઘાવાડી રોડ, કાળાનાળામાં જોરદાર ઘરાગી જોવા મળી હતી જયારે મેઇન બજામાં સામાન્ય ઘરાગી જોવા મળી હતી. એકંદરે બજારમાં 10 કિલો સોનુ રૂા.પ કરોડના લોકોએ ઘરેણા અને સોનાની ખરીદી કરતા બજારમાં મંદી કયા છે. તે પ્રશ્ન થાય છે. અને અષાઢી બીજના દિવસે મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી થતા ભાવનગરની બજારમાં તેજીનો સંચાર જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...