તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટ વોચ:સોના-ચાંદી અને વાહનો મળીને બજારમાં રૂા.80 કરોડની ધનવર્ષા

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવેણાવાસીઓએ શુભ મુહૂર્તમાં 60 કિલો સોનુ અને 600 કિલો ચાંદીની ખરીદી કરી: દ્વીચક્રીય, ફોર વ્હીલમાં 50% મંદી

ભાવેણામાં ધનતેરશના પર્વની ભાવનગરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજે ધનતેરસના પર્વે ધન પૂજન, ધન્વતરી પૂજન અને યમદીપ દાનનો કરવામાં આવ્યુ હતુ. આજના મંગલ દિને શુભ મુહૂર્તમાં વેપારીઓ ચોપડા ખરીદવા ઉપરાંત સિધ્ધ શ્રી યંત્ર, સોનું-ચાંદી, હીરા ઝવેરાત અને આભૂષણો ઉપરાંત વાહનો અને ઈલેક્ટ્રોનિકસ આઈટમો સહિ‌તની ખરીદી કરવામાં આવી હતી ભાવેણાએ કોરોનાને ભુલીને મનમુકીને ખરીદી કરી હતી.. ભાવનગરમાં ધનતેરશના પર્વે આજે સોના-ચાંદીની 66 કરોડની ખરીદી જોરદાર થઇ હતી જ્યારે મોટર-બાઇક સહિતના ટૂ-વ્હિલરમાં 14 કરોડની ખરીદી થતા કુલ 80 કરોડના સોના-ચાંદી અને વાહનોની ખરીદી કરી ધન તેરસના પર્વે તથા બજારમાં રોનક લાવી દીધી છે.

અને કોરોનાની કળી એક જાટકે વળી ગઇ.આજે સોનામાં 60 કિલો રૂા.30 કરોડ અને ચાંદીમાં 60 કિલો રૂા.36 કરોડ મળી રૂા.66 કરોડના સોના-ચાંદીનુ વેચાણ ભાવનગરની બજારમાં થયુ હતુ.ધનતેરસના દિવસે ખરીદેલુ સોનુ ધનમાં વૃધ્ધિ કરે છે. અને કુબેરજીની કૃપા બારેમાસ રહે તે વાતનુ અનુસરીને લોકોએ આજે મન મુકીને ખરીદી કરતા વાઘાવાડીના મોટા મોટા શો-રૂમો આજે નાનકડા લાગતા હતા અથવા મેળો ભરાયો તેવુ વાતાવરણ ઉભુ થયુ હતુ. જે લોકોની પાસે સમય નથી તેવા માણસો પણ આવે વેઇટીંગમાં ખરીદી માટે ઉભા રહ્યા હતા.આમ સોનુ સેફ હેવન હોય અને નારીને આમેય સોનુ પ્રિય હોય ત્યારે 50 હજારનો ભાવો પણને પણ લોકોએ અવગણીને જોરદાર ખરીદી કરી હતી.

કાળાનાળામાં પણ જોરદાર ઘરાગી જોવા મળી હતી. અને મેઇન બજારમાં પાર્કિગની તકલીફ હોવા છતા આજે ઘન તેરસના દિવસે સારી ધરાગી જોવા મળી હતી. દ્વારકાદાસ વિરચંદ સોની વાળા દિલીપભાઇ, સુનીલભાઇના જણાવ્યા પ્રમાણે લોકોએ સારી ખરીદી કરતા પુષ્ય નક્ષત્ર કરતા સારી ઘરાગી હતી, તનીષ્ક શો-રૂમ, મુકેશભાઇ ના જણાવ્યા પ્રમાણે વજન પ્રમાણે ઘટાડો હતો પણ રૂપીયા પ્રમાણે વોલ્યુમ મોટુ હતુ, શુભ લક્ષ્મી, નરેન્દ્રભાઇ શુભ લક્ષ્મીના જણાવ્યા પ્રમાણે ઘરતેરસ ખુબ સારી રહી., ચંદન જવેર્લ્સ, નિલેશભાઇએ જણાવ્યુ હતુ કે સવારથી એકધારી ધરાગી શરૂ જ રહી છે., મંગલમ જવેલ્સ, કાકુભાઇ, અમીતભાઇના જણાવ્યા પ્રમાણે કોરોનામાં અને મંદિમાં જે વસ્તુ ઉપયોગી થઇ તેના કારણે જોરદાર ધરાગી સારી રહી હતી. ચીમનલાલ પોપટલાલ, ઘવલ લંગાળીયાએ જણાવ્યુ હતુ કે સીટીમાં પાર્કિગ પ્રોબ્લેમ હોવા છતા આજે લોકો દર્શન અને ખરીદી કરવા આવ્યા હતા.ફોર વ્હીલરમાં ન વેચાતી કારો હોવા છતા ભાવનગરમાં 100 ફોર વ્હીલ અને 650 ટુ વ્હીલર રૂા.14 કરોડના વાહનો લોકો ઘરે લઇ ગયા હતા પણ મોઢા પર ખુશી નહોતી.

લગ્નમાં નાનો સમારંભ થતા સોનુ વધુ ખરીદ્યુ
આ વર્ષે કોરોના હિસાબે લગ્ન સમારંભમાં 200 માણસોને અેન્ટ્રી હોય અને વિવિધ મોટી રસમો પર પાબંધીના કારણે તે પસંગનો ખર્ચ હોય સોના-ચાંદીના ઘરેણા ઓછા લેવામાં આવે છે. પણ આ ખર્ચની સોના-ચાંદીની જે ખરાબ સમયનો સાથી છે. તેના કારણે ખરીધ્યુ - રાજેશભાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો