લોકોએ મનમુકી ખરીદી કરી:અખાત્રીજે સોના-ચાંદીની રૂા.19 કરોડની ખરીદી થઈ, લોકોએ ખરીદી કરતા જવેર્લ્સોને આજે ધનના ઢગલા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં રૂા.15 કરોડનું 30 કિલો સોનુ અને રૂા.4 કરોડની 65 કિલો ચાંદીનું વેચાણ

અખાત્રીજના દિવસે ભાવનગરમાં ગ્રાહકોને આકર્ષવા માટે સોના-ચાંદીના વેચાણને વેગ આપવા માટે જ્વેલર્સ દ્વારા સોના-ચાંદીના દાગીના પર 5 થી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી હતી અને સોના-ચાંદીના ભાવો ઘટેલા હોવાથી બજારમાં સારો એવો માહોલ જોવા મળ્યો અને સોનામાં 30 કિલો રૂા.15 કરોડ અને ચાંદીમાં 65 કિલો 4 કરોડની ભાવેણાના લોકોએ ખરીદી કરતા જવેર્લ્સોને આજે ધનના ઢગલા થયા હતા.અક્ષય તૃતીયા અખાત્રીજ નિમિતે લોકોએ ભાવનગરની બજારમાં સોના-ચાંદીની લોકોએ મન મુકીને ખરીદી કરતા મોંધવારીના દિવસોમાં પણ બજારમાં રોનક જોવા મળી હતી.

આજની શુકનવંતી ખરીદી કરવા માટે ભાવેણુ ભાવનગર ચુકયુ નથી. આજે ભાવનગરનો જન્મદિવસ, કાર્નિવલ ઉત્સવ, રાજકીય મહાનુભાવોનુ પણ ભાવનગરમાં ઉપસ્થિતિ રોશનીથી જગમગતુ ભાવનગર તેમજ સાથે અખાત્રીજની શુકનવંતી સોના-ચાંદીની ખરીદી માટે સોના-ચાંદીની દુકાનોમાં ગ્રાહકો સવારથી ભીડ જમાવી હતી અને સવારથી રાત્રી સુધી ગ્રાહકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. જેના કારણે જવેર્લ્સોના ખીસ્સામાં રૂા.19 કરોડની કમાણી થઇ હતી.

આજે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો રહયો હતો જેના કારણે ભાવેણાના લોકોએ મનમુકીને 30 કિલો સોનુ અને 65 કિલો ચાંદીની ખરીદી કરી હતી.આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.જેના કારણે વેપારીઓને ફકત આજના દિવસે રૂા 19 કરોડની ધન વૃધ્ધિ થઇ હતી.

અખાત્રીજના આજના વણજોયા મુહૂર્તે સોના-ચાંદી ઉપરાંત નવા ઘરના બુકીંગ કરાવવા, વાહન ખરીદવા, ગૃહ ઉપયોગી તેમજ ઈલેક્ટ્રોનિક્સ ચીજ-વસ્તુઓની સારી એવી ખરીદી રહેતા ભાવનગરની બજારમાં અખાત્રીજના પર્વે તેજીની ચમક જોવા મળી હતી તેથી વેપારી વર્ગ ખુશખુશાલ હતો. હાલ ઉનાળુ લગ્ન સિઝન ચાલતી હોય તેને આનુષાંગિક ચિજવસ્તુઓની ખરીદી પણ આજના શુભમુહૂર્તમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...