તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ઘરે ઘરે જઈ સહાય માટે કોંગ્રેસ અધ્યક્ષે ફોર્મ ભર્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના
  • ન્યાય યાત્રામાં આવેલા અમીત ચાવડાએ આગેવાનોના પુષ્પગુચ્છ સ્વીકાર્યા નહીં

કોરોના મહામારીનો ભોગ બનેલા લોકોની વેદના સાંભળી મૃતકોના પરિવારોને ચાર લાખની આર્થિક સહાય સહિતની માગણીઓ સાથે કોંગ્રેસની ન્યાય યાત્રાનો અાજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાએ ભાવનગરમાં આવી પ્રારંભ કરાવ્યો હતો અને કોરોનામાં સપડાયેલા લોકોના ઘરે જઇ તેની અાપવિતિ જાણી હતી.

કોરોના મહામારીમાં ગુજરાતમાં અંદાજે બે લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા એ જણાવી આજે ભાવનગર ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે ઘરે જઈ ચાર લાખ રૂપિયાની તેમના પરિવારોને સહાય મળે તે માટે ફોર્મ ભર્યા હતા.

તદુપરાંત ભાવનગર શહેરમાં કોરોનાની મહામારીમાં તબીબી સારવારમાં હાડમારી ભોગવી રહેલા લોકોને પણ મળી તેમની વેદના સાંભળી હતી. ન્યાય યાત્રા માટે ભાવનગર આવતા અમિતભાઈ ચાવડાનું કોંગ્રેસના આગેવાનો પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જતા અમિતભાઈ ચાવડાએ કોરોના મહામારી સંદર્ભની યાત્રા હોવાથી પુષ્પ ગુચ્છનો સ્વીકાર કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...