તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગોડાઉન ધારકો અને વાહનચાલકોએ મિનિ લોકડાઉનમાં છૂટછાટ આપવા માગ કરી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરા ઉદ્યોગને છૂટ મળતી હોય તો અમોને શા માટે નહીં?

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલ્વે ફાટક નજીક ના ગોડાઉન ધારકો વેપારીઓ તથા લોડીંગ વાહન ધારકો એ વર્તમાન મીની લોકડાઉનમાં છુટછાટ સાથે કામકાજ શરૂ કરવા મંજૂરી આપવા માંગ કરી છે.

ભાવનગર શહેરના કુંભારવાડા,મોતીતળાવ, વીઆઈપી સહિતના ઈન્ડસ્ટ્રીયલ એરીયા માં 200 થી વધુ ગોડાઉન આવેલા છે ઉપરાંત એન્જિનિયરીગ પાટૅસ બનાવવાનો ઉધોગ અસ્તિત્વ ધરાવે છે આ એકમો ઉપરાંત લોડીગ વાહન ચાલકોએ સરકાર તથા જિલ્લા કલેક્ટર સમક્ષ એવાં પ્રકારે માંગ કરી છે કે હાલનાં મિની લોકડાઉન માં થોડી છુટછાટ સાથે પોતાના વ્યવસાયી એકમો-ગોડાઉનો ખોલવા-શરૂ કરવા મંજૂરી આપવામાં આવે કારણકે આજે અનેક મોટા ઉધોગો આવા નાનાં એકમો પર નિરભર હોય છે એક વષૅથી મહામારી ને પગલે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે પરિણામે લોકો ની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે,

હાલમાં જયારે લોકોના અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ ઉભો થયો છે ત્યારે હીરા ઉદ્યોગ માફક આ વેપારીઓ ને પણ છુટછાટ આપવામાં આવે હિરા ઉધોગ માં તો ઘણી ગીચતા હોય છે જયારે અહીં મજૂરો સોશ્યિલ ડીસ્ટન્સ માં જ કામ કરતાં હોય છે જો સરકાર હિરા ઉધોગ ને ખોલવાની મંજૂરી આપી શકે છે તો અમો લોકો ને શું કામ નહી...? અહીં આવેલા ગોડાઉન પર લોડીંગ વાહન ધારકો પોતાની રોજીરોટી રળતા હોય છે.

લાંબા સમયથી ચાલતા મિનિ લોકડાઉન ને પગલે આવા વાહન ધારકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે વાહનો ના હપ્તા પણ સમયસર ચુકવી શકતાં નથી અને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે સરકાર આ બાબતે સત્વરે ઘટતું કરે અને વ્યવસાય ખોલવા મંજૂરી આપે એવી પ્રબળ માંગ વેપારીઓ, ગોડાઉન ધારકો વાહન ચાલકો કરી રહ્યાં છે તેમ સોહિલભાઈ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...