તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:ચૂંટાયેલી પાંખને તાબે નહીં થનાર ગોધવાણીને બસ ગેરેજમાં મુકાયા

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ ઈજનેરને ટ્રાન્સપોર્ટ સોંપાયું
  • કોર્પોરેશનમાં ત્રણ અધિકારીઓની બદલી કરાઈ

કોર્પોરેશનમાં ત્રણ અધિકારીઓની અચાનક આંતરિક બદલીઓને કારણે પાલિકા વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર ગોધવાણી સત્તાધીશોને પણ ગાઠતા ના હતા. તેમજ અનેક બિલ્ડરોની ફાઈલ અટકાવ્યાના પણ આક્ષેપો થયા હતા. છેલ્લા ઘણાં દિવસોથી પદાધિકારીઓ દ્વારા અધિકારીઓની બદલી માટે પ્રયાસ કરતા હતા ત્યારે આજે બદલીનો હુકમ કર્યો હતો. કોર્પોરેશનના મહત્વના વિભાગ એવા ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વારંવાર ચર્ચામાં રહે છે. ત્યારે ટાઉન ડેવલોપમેન્ટ સહિતના વિભાગોના અધિકારીઓની બદલી કરવા પદાધિકારીઓનું પ્રેસર હતું.

અંતે આજે ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર એસ.એમ.ગોધવાણીની ટ્રાન્સપોર્ટ બસ ગેરેજ વિભાગમાં બદલી કરવામાં આવી છે. સિવિલના કાર્યપાલક ઇજનેરની બસ ગેરેજમાં બદલી અનેક શંકા સેવે છે. જ્યારે ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ટાઉન પ્લાનિંગ ઓફિસર એન.બી.વઢવાણિયાની નિમણૂક કરાઇ છે અને ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ટીપીના ના.કા.ઈ. યુ.ડી.ડોડીયાની નિયુક્તિ કરતો હુકમ કરાયો છે. હજુ અન્ય વિભાગોના અધિકારીઓની બદલીઓ તોળાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટી.ડી.માં ઘણા બિલ્ડરોની ફાઈલ ગોધવાણીએ અટકાવ્યાના પણ આક્ષેપો થયા છે.

ગોધવાણી રહ્યા છે ચર્ચામાં, મોટાભાગના ખાતામાં બદલી
ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર ગોધવાણી અવારનવાર ચર્ચામાં રહ્યા છે. અગાઉ તેના ઘરે તેના પર હૂમલો પણ થયો છે તો કાળીયાબીડ તેમજ પિરછલ્લામાં ભાજપના આગેવાનોના ગેરકાયદેસર બાંધકામોને તોડવા ઉપરાંત બિઝનેસ સેન્ટર સહિતમાં સીલ મારવાની કાર્યવાહીમાં પણ ચર્ચામાં રહ્યા હતા. સુરેશ ગોધવાણીની કોર્પોરેશનના મોટાભાગના વિભાગોમાં બદલીઓ કરવામાં આવી છે. જેમાં ડ્રેનેજ, ફિલ્ટર, યોજના, સોલિડ વેસ્ટ, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલોપમેન્ટ બાદ હવે બસ ગેરેજમાં તેમને મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...