ઉજવણી:ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના ગાઇડલાઇન સાથે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઈ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ પરિવારો દ્વારા બકરી ઈદની જાકમઝોળ વિના તદ્દન સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

ભાવનગર શહેર-જિલ્લામાં વસ્તા મુસ્લિમ સમુદાય દ્વારા આજરોજ બકરી ઈદની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આગામી સમયમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના હોવાની આશંકાઓને પગલે ઈદ પર્વની તદ્દન સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રમઝાન ઈદ તથા બકરીઈદનું વિશેષ મહાત્મ્ય હોય છે. મુસ્લિમ સમુદાયો દ્વારા દર વર્ષે ધામધૂમથી ઈદપર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલતી કોરોના મહામારીની લહેરને પગલે આ ઉત્સવની ઉજવણી સિમિત થઈ ગઈ છે. ત્યારે આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં વસતાં મુસ્લિમ પરિવારો દ્વારા બકરી ઈદની જાકમઝોળ વિના તદ્દન સાદગીપૂર્ણ માહોલ વચ્ચે અને પોત પોતાના ઘરે જ રહીને ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જે અંગેનો નિર્ણય કસ્બા અજુમન જમાતમા ઈદપર્વ પૂર્વે જ લેવાઈ ગયો છે. આજનાં બકરી ઈદ તહેવારે નિમિતે વૈશ્વિક શાંતિ માટે મસ્જિદોમાં ખુદની ખાસ બંદગી કરવામાં આવી હતી અને કોરોનાની ત્રીજી લહેર ન આવે તેની પણ ખાસ બંદગી કરી હતી અને સમૂહ નમાઝ અદા કરી હતી અને સોશિયલ મીડિયા થકી ઈદપર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેર-જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ મસ્જિદો બહાર ઈદપર્વને લઈને યોજાતા પરંપરાગત લોકમેળાઓ આ વર્ષે પણ બંધ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...