ફૂટબોલ ટુર્નામેન્ટ:દમણ-દીવ સામે ગોવા 2-0થી જીત્યુ : ગુજરાતની મેચ ડ્રોમાં

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેલ્વીન રોઝારીયા, જોવીયલ ડીયાર્ઝેએ ગોલ ફટકાર્યા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવનિર્મિત ફૂટબોલ સ્ટેડિયમ ખાતે બુધવારથી સંતોષ ટ્રોફી (વેસ્ટઝોન) ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો હતો.

સવારે રમાઇ ગયેલી પ્રથમ મેચમાં ગુજરાત અને દાદરા-નગરહવેલી વચ્ચે નિર્ધારીત 90 મીનીટ દરમિયાન એકપણ ગોલ નોંધાયો ન હતો, બંને ટીમોના ખેલાડીઓએ ડીફેન્સનું અદ્ભૂત પ્રદર્શન કર્યુ હતુ. અને મેચ ડ્રોમાં પરિણમતા બંને ટીમોને 1-1 પોઇન્ટ ફાળવવામાં આવ્યા હતા.

બપોરે બીજી મેચમાં ગોવાએ દમણ-દીવને 2-0થી પરાસ્ત કર્યુ હતુ. ગોવા વતી કેલ્વીન રોઝારીયાએ 32મી મીનિટે અને જોવીયલ ડીયાર્જોએ 55મી મીનીટે ગોલ ફટકાર્યા હતા. આ મેચ થકી ગોવાને 3 પોઇન્ટ હાંસલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...