તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ફ્રાઇડે:ભગવાન ઈસુને ક્રોસ ઉપર ચડાવવાના દિવસની સ્મૃતિમાં ચર્ચમાં જઇ ગુડ ફ્રાઇડેની ઉજવણી કરાઇ

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોતાના પાપોના પ્રાશ્ચાતાપ માટે 40 દિવસના ઉપવાસ કરાયા જે આજે પૂર્ણ થયા

ભાવનગરના ખ્રિસ્તી સમાજના લોકોએ આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી. કોરોનાના રોગચાળા સાવચેતીની ગાઇડલાઇનનું પાલન કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોએ ચર્ચમાં જઈને પરંપરાગત રીતે પ્રાર્થના કરી હતી. ભગવાન ઈસુને ક્રોસ ઉપર ચડાવવાના દિવસની સ્મૃતિમાં ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવે છે. તેની સાથે કથા જાણીતી છે કે ઇસુને ક્રોસ પર ચડાવવાના ત્રીજા દિવસે એટલે કે ગુડ ફ્રાઈડે બાજુમાં રવિવારે તેઓ પુનઃજીવિત થયા હતા. જેને ઇસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તારીખ 4 એપ્રિલના રોજ ઇસ્ટન સન્ડેની ઉજવણી કરવામાં આવશે.

ભાવનગર ખાતે આવેલા ચર્ચમાં સવારે 8 કલાકે ઇશુના મરણના 14 અવસરોની યાદી કરીને પ્રાર્થના કરવામાં આવી હતી. બપોરે 3 કલાકે ક્રોસ ક્રિસ્ટ વંદન કાર્યક્રમ અને ધર્મબોધ આપવામાં આવેલ જેમા ફાધર દ્વારા બાઇબલ વાંચન કરીને પોતાના પાપોનુ પાયશ્ચિત કરવામાં આવ્યુ હતુ. અને ક્રિસ્ટ પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઇસુની યાદમાં પ્રયાશ્ચાત કરવા માટે 40 દિવસના ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા જે આજે પૂર્ણ થયા હતા.

કોરોના મહામારીના કારણે ભાવનગર ખાતે આવેલ ચર્ચોમાં આજે પ્રાર્થના અને ભકિત અને પાપોનુ પાયશ્ચિત કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો