તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્ય શણગાર:સાળંગપુર ધામમાં ભવ્યાતિભવ્ય સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવ ઉજવાયો

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ત્રિદિનાત્મક તા.27-28–29 ઓગસ્ટ 2021 દરમ્યાન ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના સંચાલક પ.પૂ.શ્રી રામપ્રિય ગુરુજી દ્વારા તથા દક્ષિણ ભારતના અને ગુજરાતના 21 જેટલા વિદ્વાન ભૂદેવોએ સંપૂર્ણ વેદોક્ત-શાસ્ત્રોક્ત પદ્ધતિથી ભવ્ય સહસ્ર કળશ અભિષેક પૂજન કરવામાં આવેલ તેમજ દાદાના સિંહાસનને ફૂલોનો દિવ્ય શણગાર કરી આરતી સવારે 5.45 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ.

તથા શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનો સહસ્રધારા(1000) જળધારા,પુષ્પો વડે બધા પવિત્ર તીર્થોના જળની સહસ્રધારા(1000) મહાઅભિષેક વિગેરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવેલ અને ઉત્સવ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ તમામ યજ્ઞ સામગ્રી, ઔષધિઓ, ફળો, જળ વિગેરેનો પ્રસાદ સામાન્ય ભક્તજનોને મળી રહે તેવી સુંદર ભાવના સંતો દ્વારા કરવામાં આવેલ તેમજ ભવ્ય નગરયાત્રા સાંજે 4 કલાકે યજ્ઞશાળાથી મંદિર સુધી, તીર્થપ્રસાદ વિતરણ અવં અવભૂથસ્નાનની તથા સંતોના સર્વવિધનું કલ્યાણ થાય એવા આશીર્વચન સાથે ભવ્યતાથી પૂર્ણાહુતિ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...