દિન વિશેષ:ગ્લોબલ વોર્મિંગના કારણે ઘોઘાની જમીનને ગળી રહ્યો છે સમુદ્ર, સાવધાની જરૂરી, યાદ રાખો પર્યાવરણ સામે જંગ કોઇ જીતી શક્યું નથી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવાશે

તા.5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આજે માત્ર ભાવનગર કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આતંકવાદની જેમ જ પર્યાવરણની સમસ્યા એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આગામી દાયકાઓમાં માનવજાત પ્રદૂષણના દૈત્યને નાથવા અસરકારક પગલાં નહીં ભરે તો યુદ્ધ કે ત્રાસવાદી ઘટના પૂર્વે પર્યાવરણ જ સૌને માટે ઘાતક બની જશે. આપણી સૂર્યમાળામાં રહેલા ગ્રહોમાં ફકત પૃથ્વી ગ્રહ પર જ વૈવિધ્યસભર જીવસૃષ્ટિ જોવા મળે છે

આ બાબતને ધ્યાનમાં લઈ યુનાઈટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ,સ્વીડનએ આવર્ષના વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્ય વિષય તરીકે " ફકત એક જ પૃથ્વી ગ્રહ " પસંદ કરેલ છે જેનો આશય પૃથ્વીના રક્ષણ અને પુન:સ્થાપના માટે સામૂહિક પરિવર્તનકારી કાર્યક્રમો હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પર્યાવરણવિદ ડો. ભરત પંડિત જણાવે છે કે અતિવૃષ્ટિ, દાવાનળ, સુનામી, ગ્લેશિયર ,જવાળામુખી, વાદળ ફાટવાની ધટના, ફલેશ ફલડ, પાણીની અછત,ઋતુ પરિવર્તન, અને ગ્લોબલ વૉર્મિંગની અસરથી પૃથ્વી ગ્રહની જીવસૃષ્ટિ ખળભળી ઊઠી છે.

નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ દ્વરા ભારતના 7500 કિલોમીટરના સમુદ્રતટનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેમાં ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયામાં પાંચ ટકા વિસ્તાર એવો અલગ તારવવામાં આવ્યો છે જ્યાં દર વર્ષે એક મીટરથી વધુ જમીનનું ધોવાણ થાય છે. નાસાના એક રિપોર્ટ મુજબ આ સદીના અંત સુધીમાં ભાવનગરના ઘોઘા અને ગુજરાતના અન્ય દરિયાઇ તટના વિસ્તારો પર જળનો ખતરો વધશે અને ઘણાખરા ડુબી જશે.

હવે જો લોકો જાગૃત નહીં થાય તો હવેનું યુદ્ધ પર્યાવરણ સામે ખેલવું પડશે અને પર્યાવરણ સામે હજુ સુધીમાં કોઈ જીતી શક્યું નથી. આજના પર્યાવરણ દિવસે જીવસૃષ્ટિના રક્ષણ અને પુન:સ્થાપના માટે ક્ષતિગ્રસ્ત વિસ્તારોને તેના કુદરતી સ્વરુપમાં રૂપાંતરિત કરવા જરૂરી છે આ પ્રાકૃતિક વિસ્તારોને થયેલુ નુકશાન મટાડી પુન: સ્થાપિત કરવા અને તેમા લાંબા સમય સુધી ટકી શકે તેવી સ્થિતિમાં પાછા લાવવા આજના પર્યાવરણ દિવસે વિશ્વભરમા દેશો કટિબદ્ધ થવા સંકલ્પ કરે અને તેને ખરા અર્થમાં સાકાર કરે તો ઉજવણી સાર્થક ગણાશે.

કેવી રીતે ઘટાડશો ગ્લોબલ વોર્મિંગ ?

  • પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો તેનું રિસાયક્લિંગ વધારો
  • હિ‌ટર અને એર કન્ડિશનનો ઉપયોગ કરવાનું ઘટાડો
  • વીજ બલ્બોને બદલો સીએફએલ ટયૂબ કે બલ્બ વાપરો
  • વ્યક્તિગત ડ્રાઇવીંગ ઘટાડો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારો
  • ઉર્જા‍ના કાર્યામ સ્ત્રોતો શોધો
  • ગરમ પાણીની ઉપયોગ ઘટાડો
  • વીજળીની સ્વીચો ઓફ કરવાની ટેવ પાડો
  • વધુને વધુ વૃક્ષો વાવો
અન્ય સમાચારો પણ છે...