ગ્લોબલ વૉર્મિંગ:મેઘગર્જના અને વીજ ચમકારા માટે પણ ગ્લોબલ વૉર્મિંગ જવાબદાર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશથી વધારે વરસાદની શકયતા વધી જાય છે
  • છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોમાસુ અનિયમિત થયુ, વીજ ગર્જના અને મોસમી તોફાનનું પ્રમાણ વધ્યું

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોમાસુ અનિયમિત થતું જાય છે. આથી અલ્પ કે ભારે વરસાદ,રણ પ્રદેશમાં ભારે વરસાદ અને વારંવાર અને તીવ્ર વિજળીના ગડગડાટ સાથે વરસાદ .બે દિવસમાં એકલા ભાવનગરમાં જ ઓછામાં ઓછા 20 વખત વીજળીની સાથે મોટી મોટી મેઘ ગર્જના થઈ હશે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ પરિસ્થિતિનું નિર્માણ માટે ગ્લોબલ વૉર્મિંગને ઋતુમાં થયેલ પરિવર્તન જવાબદાર છે.

સામાન્ય રીતે હવે આપણે ગ્લોબલ વૉર્મિંગ સ્વિકારી લીધુ છે તેની વાતાવરણમાં વધતા તાપમાનની અસરો અનુભવી રહ્યા છીએ. આ તાપમાનને કારણે સરેરાશ કરતા વધારે વરસાદની શકયતા વધી જાય છે જેથી સામાન્યથી ભારે તોફાન થાય છે. આરીતે આબોહવાકીય તોફાનોમાંની સંખ્યામા વધારો થઈ રહેલ છે

વાદળોમાં જેટલુ ભેજ/પાણી તેટલી વીજળીના ચમકારાની શક્યતા
ગરમ હૂંફાળા વાતાવરણ વિશેષ ભેજનું શોષણ કરે છે જેને લીધે વાતાવરણમા ભેજનું પ્રમાણ વધે. આવા વિશેષ ભેજયુકત વાતાવરણ સખ્ત શક્તિશાળી કડાકા ભડાકા અને તીવ્ર વિજળી સાથે તોફાનના સર્જન કરવાની શકયતા વધારી દે છે સાથ સાથે વાદળોમાં જેટલુ વધુ ભેજ/પાણી તેટલી વધારે વિજળીના ચમકારા શકયતા વધે છે. ગ્લોબલ વૉર્મિંગ કે કલાઈમેટ ચેન્જના કારણે આ ઘટના વારંવાર અને તીવ્ર બની રહી છે.કિનારાના પ્રદેશ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસાવે છે. વિશેષમા આવા તોફાનો દિવસ કરતા રાત્રે વધુ થાય છે કારણ દિવસ દરમિયાન સૂર્યના કારણે જમીનનું ઊષ્ણતામાન વધુ હોય છે જયારે રાત્રે ઊષ્ણતામાન નિચુ હોય છે > ડો.ભરત પંડિત, પર્યાવરણવિદ્દ

અન્ય સમાચારો પણ છે...