તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્યલક્ષી નિર્માણનો વિચાર:મોણપુરમા સાકાર થશે ગ્લોબલ આયુર્વેદ હબ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત હવે આયુર્વેદમાં વિશ્વને દિશા બતાવશે

દેશમાં સદા અગ્રેસર રહેનારું ગુજરાત રાજ્ય હવે આયુર્વેદિક ક્ષેત્રમાં પણ નેતૃત્વ કરી સમગ્ર વિશ્વને દિશા બતાવવા માટે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં મોણપુર ગામમાં ગ્લોબલ આયુર્વેદ હબ આકાર પામી રહ્યું છે. મોણપુર સ્ટેટના રાજવી તથા સરપંચ રાજદીપસિંહ ગોહિલે આગામી દિવસોમાં નિર્માણ પામનાર ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટ માત્ર મોણપુર જ નહીં પરંતુ સમગ્ર તાલુકા અને જિલ્લાના વિકાસ માટે ઘણું મદદરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રોજેક્ટના કારણે સમગ્ર તાલુકાના લોકોની રોજગારીનો દર વધશે તથા તેમનું જીવનધોરણ ઉંચુ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી અને મોણપુર ગામ તથા ગામવાસીઓ તરફથી ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટને સંપૂર્ણ સાથ અને સહકારની ખાતરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્ય આયુર્વેદ બોર્ડના ચેરમેન હસમુખભાઈ સોનીએ જણાવ્યું કે મોણપુર ગામ ખાતે આકાર લેનાર ગ્લોબલ આયુર્વેદ હબ એ એક અનોખા પ્રકારનું અને વૈશ્વિક કક્ષાનું આરોગ્યલક્ષી નિર્માણનો વિચાર છે.

ગુજરાત રાજ્ય આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કિરીટભાઈ પટેલે જણાવ્યું કે વિશ્વ કક્ષાના આરોગ્યલક્ષી પ્રોજેક્ટથી ગુજરાતનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઝળહળી ઉઠશે.આ સાથે તેમણે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ જરૂરી અને આરોગ્ય અભ્યાસુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા આંતરરાષ્ટ્રીય કક્ષાના બોટોનિકલ ગાર્ડનના નિર્માણનું પણ આયોજન અહીં કરવામાં આવે તેવો વિચાર વ્યક્ત કર્યો હતો.

જયારે રાજ્યના પૂર્વ ચીફ ટાઉન પ્લાનર પીએલ શર્માએ જણાવ્યું કે સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન તથા નિર્માણ કરતી વખતે જે-તે પ્રોજેક્ટની ગુણવત્તા ચકાસણી, અભ્યાસ, આર્થિક યોગ્યતાના માપદંડો તથા રોજગારલક્ષી બાબતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...