શિક્ષણ:ધોરણ 10માં ગણિતની જેમ વિજ્ઞાનમાં પણ બે વિકલ્પ આપો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં શિક્ષણ ક્ષેત્રના થીંક ટેન્ક ગ્રુપના મહાનુભાવોના વિચાર-વિમર્શ બાદની ફલશ્રુતિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હવે ધો.10માં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને આ વર્ષથી બેઝિક અને સ્ટાન્ટર્ડ, એમ બે પેપરના વિકલ્પ અપાયા છે તે રીતે વિદ્યાર્થીઓને ધો.10માં બોર્ડે વિજ્ઞાનમાં પણ બે વિકલ્પ બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ આપવા જોઇએ તેવી ચર્ચા એજ્યુકેશનલ થીંક ટેન્ક સાથે જોડાયેલા રાજ્યભરના શિક્ષણવિદો ઉપસ્થિત રહીને કેળવણી વિષે વિશિષ્ઠ ગોષ્ઠિમાં કરવામાં આવી હતી. આ બે દિવસની ગોષ્ઠિમાં પ્રવતિ નિરીક્ષણ, ચર્ચાઓ, વક્તવ્યો તથા ડોક્યુમેન્ટેશનનું આયોજન કરાયું હતુ. નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ(બાલ મંદિર)ને પણ શિક્ષણ વિભાગમાં સમાવેશ કરાયો હોય તે સંદર્ભે દક્ષિણામૂર્તિ બાલમંદિર અને બાલ અધ્યાપન મંદિરની પ્રવૃતિ નિદર્શન કરીને ચર્ચા કરવામાં આવી હતી.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિશુવિહારની અવૈધિક શિક્ષણ, વાલી જાગૃતિ અભિયાન, સ્કાઉટ ગાઇડ પ્રવૃતિ વિગેરે બાબતોનું નિદર્શન ડો.નાનકભાઇ ભટ્ટ અને હરેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ. પીએનઆર નટરાજ કોલેજના ઓડિટોરિયમમાં મુખ્ય ચર્ચા સત્ર યોજાઇ ગયુ઼ જેમાં ધો.10માં ગણિતની જેમ બે વિજ્ઞાન હોવા જોઇએ તે સંદર્ભે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી. આ સેશનમાં ડો.ચંદ્રકાંત ભોગાયતા તથા સાંઇરામ દવેએ કેળવણી વિષયક વિચારો રજૂ કર્યા હતા. લોકભારતી ખાતે ડો.અરૂણભાઇ દવેએ પ્રવૃતિલક્ષી શિક્ષણનો રોલ મોડેલ સમી આ સંસ્થાના વિવિધ પ્રયોગો તજજ્ઞોને દર્શાવ્યા હતા. વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક અને ચારૂસેટ યુનિ.ના ડો.પંકજભાઇ જોષીએ ઓનલાઇન વાતચીતમાં ભાગ લઇ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...