મુલાકાત:સંબંધોમાં સમય, સમજણ અને સ્પેસ આપો, નવા જ પ્રકારની વાર્તા લઈને આવેલુ પીક્ચર ઓમ મંગલમ સિંગલમ આવતા સપ્તાહે રીલીઝ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના આરતી પટેલ પ્રોડ્યુસર, નિરજ ભટ્ટ સંગીતકાર, લવની ભવાઈ ટીમ દ્વારા વધુ એક સારી ફિલ્મ

સંબંધોમાં સમય, સમજણ અને સ્પેસ હોવી જોઈએ એવા ઉતમ સંદેશા સાથે લવની ભવાઈ પછી એ જ ટીમ દ્વારા વધુ એક ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમ આગામી સપ્તાહે આવી રહી છે. આ ફિલ્મના કલાકારોની ટીમે તેમની ભાવનગરની મુલાકાત દરમિયાન ભાવેણાના પ્રેક્ષકોને કદરદાન ગણાવી તેની સરાહના કરી હતી.ભાવનગર આવેલા ફિલ્મના પ્રોડ્યુસર આરતી પટેલ મૂળ ભાવનગરના જ વતની છે અને પ્રો.વિનોદ વ્યાસના બહેન છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતી ફિલ્મોનો આખો યુગ બદલાય ગયો છે.

હવે વાર્તા, સંગીત અને શુટીંગ તથા લોકેશનમાં ગુજરાતી ફિલ્મોમાં પણ ક્યાંય બાંધછોડ થતી નથી આ ફિલ્માં ભાવનગરના જ નિહાર ભટ્ટનું સંગીત છે તથા આરતીબેનની દિકરી આરોહી, મલ્હાર ઠાકર સાથે મુખ્ય પાત્રમાં છે. જીવનમાં અનેક લોકોને સંબંધોમાં બ્રેકઅપ થાય છે ત્યારે વર્તમાન વિષયને જ ઉજાગર કરતી ફિલ્મની સ્ટોરી દર્શકોને ઝકડી રાખે તેવી છે એટલુ જ નહી પરિવાર સાથે બેસીને માણી શકાય એવી છે.

મલ્હાર ઠાકરે જણાવ્યુ હતુ કે, મારા જીવનમાં પણ આવો પ્રસંગ આવ્યો હતો જ્યારે હુ બોમ્બે હતો, આરોહી એ જણાવેલ કે, સંબંધ ગમે તે હોય મિત્રનો કે પતિ-પત્નીનો પણ દરેકને સ્પેસ આપવી જોઈએ તો તત્સત મુનશી અને ભામીની ઓઝાએ ગુજરાતી ફિલ્મોમાં મોટા બજેટવાળી ફિલ્મો નહી હોવા છતા આવી સુંદર ફિલ્મ બને છે તેમ જણાવી ઓટીપી પર આવશે પછી જોશુ એવી રાહ જોવાને બદલે થીયેટરમાં જઈ આ પીક્ચર નીહાળી બીજાને પણ તે જોવાની પ્રેરણા આપવા જણાવેલ. દર્શન જરીવાલા અને આ ફિલ્મના તમામ કલાકારો નાટકના પણ સારા કલાકારો છે.

સરકારી યોજનાઓ ખૂબ લાભદાયી છે...
ગુજરાતી ફિલ્મો માટે સરકારી યોજનાઓ લાભદાયી છે સરકાર દરેક વિભાગ વાઈઝ ગુણવત્તા પ્રમાણે આર્થિક સહાય આપે છે સાથોસાથ કેશ એવોર્ડ આપે છે.જે બીજા કોઈ રાજ્યમાં નથી.

અન્ય સમાચારો પણ છે...