તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ઘરના મોભી ગુમાવ્યા હોય તેવા બાળકોને શિષ્યવૃત્તિ આપો, અભ્યાસ છોડી મજુરી કરવી પડે તેવી સ્થિતી

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માતા અથવા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા પરિવારોમાં બાળકોની સ્થિતી દયાજનક

ભારતીય સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાં ઘરના મોભી પર પરિવારની જવાબદારી રહેલી છે ત્યારે મોભી ગુમાવનાર પરિવારનું બાળક અભ્યાસ કરતું હોય તો તેને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ છે.આર્થિક ખેંચને કારણે ઘણા કિસ્સામાં પરિવારના મોભીના અવસાન પછી અભ્યાસ છોડી બાળકને મજૂરી કામે લાવી જવા ફરજ પડતી હોય છે.જેને સરકારે ગંભીરતા લેવા માંગ ઉઠી છે. માતા- પિતા અથવા બેમાંથી કોઈ એક મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોની સ્થિતિ દયનિય બની જતી હોય છે.

ખાસ કરીને આપણી ભારતીય પરંપરામાં ઘરનો આધાર પિતા હોય છે અને તેના મૃત્યુથી ઘરની આર્થિક વ્યવસ્થા ભાંગી પડતી હોય છે ઘણી વખત આવા બાળકો અભ્યાસ છોડીને મજુરી કામમા લાગી જતા હોય છે ત્યારે આવા નિરાધાર બાળકોના આધાર સ્વરુપ ગુજરાત સરકાર આવા બાળકો માટે એક ખાસ શિષ્યવૃત્તિ યોજના લાવે તે ખૂબ ઉચિત ગણાશે તેમ ઉમરાળા હાઇસ્કૂલના આચાર્ય ડૉ.રામદેવસિંહ ગોહિલએ મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરી જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો