તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મહારાષ્ટ્ર અને રાજસ્થાનની જેમ ગુજરાત STને રાહત પેકેજ આપો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1200 કરોડ રૂપિયાનું નુકશાન થયાની રજૂઆત
  • સામાન્ય સંજોગોમાં ગુજરાત એસટીની 44 હજાર ટ્રીપો ચાલુ હોય છે પણ હાલમાં 12 હજાર ટ્રીપો ચાલુ

કોરોનાના સમયગાળામાં ગુજરાત એસ.ટી.નિગમને અંદાજિત રૂા.1200 કરોડના નુકશાન અંગે અન્ય રાજ્યોની જેા ગુજરાત એસ.ટી.ને રાહત પેકેજ આપવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. હાલ થોડીઘણી ટ્રીપ ચાલુ છે પણ હજુ ગુજરાત એસટીની 32 હજાર જેટલી ટ્રીપ ચાલુ કરી શકાય નથી.ગુજરાતમાં એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા નિગમને થયેલા 1200 કરોડના નુકસાન અંગે રાહત પેકેજની માંગણી કરવામાં આવી છે. 2020-21 માં કોરોનાના કારણે અંદાજે નિગમને 1161 કરોડનું નુકસાન થયું છે.

કર્મચારી મહામંડળએ પણ ઉલ્લેખ કર્યો છે કે જો રાજસ્થાન- મહારાષ્ટ્ર સરકાર ત્યાંના એસ.ટી નિગમને રાહત પેકેજ આપે અમને પણ કોઈ રાહત પેકેજ મળવું જોઈએ. રાજ્યમાં છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે એસટી નિગમની ટ્રીપોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માર્ચ 2020 પછી આજ દિન સુધી સરકારની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સંચાલન હાથ ધરવાને કારણે નિગમની આવકમાં સૌથી મોટું નુકસાન થયું છે. સામાન્ય સંજોગોમાં નિગમની 44 હજાર ટ્રીપો ચાલુ હતી. જે હાલમાં 12 હજાર ટ્રીપો ચાલુ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...