મમ્મી તું વર્ષી તપ કરે છો તે એક વર્ષ પછી તારૂ પણ પારણુ આવશેને ? ત્યારે હું નવા કપડા લઇશ. મારા આ જુના કપડા કોઇને આપી દે એમ કહી કબાટમાંથી જુના કપડાનો થેલો ભરાવ્યો.સ્કુલમાં એ પ્લસમાં પાસ થવા બદલ બધા ટીચરોને પગે લાગ્યા બાદ પ્રિન્સીપાલને પણ પગે લાગી કહ્યું ‘બહોત બડી છુટી પર જાને વાલા હુૈ ના’ આ વાત તાજેતરમાં અનુપમ બંગલાના કુવામાં અકસ્માતે પડી જતા મૃત્યુ પામનાર 10 વર્ષના બાળક આરૂષ નિરંજન શાહ અગીયાળી વાળાની છે.
પંચકુટિર ફલેટમાં રહેતા આ પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તુટી પડ્યો છે. સ્વામીનારાયણ ગુરૂકુળના આ તેજસ્વી વિદ્યાર્થીને જાણે મોતનો અણસાર આવી ગયો હોય તેમ લાગતુ હતું. તેની માતા જૈનોનું એક વર્ષ ચાલનારૂ વર્ષીતપ કરી રહી છે. ત્યારે આ ઘટનાથી માત્ર તેનો પરિવાર જ નહીં જૈન સમાજ પણ શોકમાં ગરકાવ થ ગયો છે. તેની શાળાના શિક્ષકોએ પરિવારને મળી કહ્યુ ‘અમે તેજસ્વી વિદ્યાર્થીને ગુમાવ્યો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.