સોમવારથી બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા સ્થળે વાંચવા માટેનું કોઇ સાહિત્ય અથવા મોબાઇલ લઇ જવો જ નહિ જેથી કોઇને સાચવવા આપવાનો પ્રશ્ન ઉભો ન થાય. પરીક્ષા આપવા જાવ ત્યારે સ્કૂલ યુનિફોર્મ પહેરવો નહિ તેમજ સ્કિન ટાઇટ જિન્સ કે ખુબ જ ટાઇટ કપડા પણ પહેરવા નહિ. પીવાના પાણીની પારદર્શી બોટલ સાથે લઇ જવી, એકથી વધુ બોલપેન સાથે રાખવી.
પેપરમાં હવે નવી પદ્ધતિમાં જનરલ વિકલ્પના પ્રશ્નોને વ્યવસ્થિત રીતે રોકડીયા માર્ક મળે તેમ પસંદ કરવા જોઇએ. આવા પ્રશ્નો અને જેમાં તમારી પકડ વધુ હોય તેના પર ધ્યાન આપી સ્માર્ટ પ્લાનિંગ પેપર વખતે કરવું જેથી મર્યાદિત તૈયારીમાં વધુ માર્ક મેળવી શકાય તેમ ઓજ ઇન્સ્ટિટ્યૂટના ચીફ કાઉન્સિલર ધિરેનભાઇએ જણાવ્યું હતુ. પેપર પૂર્ણ થયા પછી સોલ્વ કરવાના બદલે આગળના પેપરની તૈયારી કરવી.
એકાઉન્ટના પેપરમાં આટલું ધ્યાન રાખશો
એમસીક્યુના જવાબ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું, પ્રવેશ અને નિવૃત્તિની ગણતરીના પ્રશ્નમાં ગણતરી કરવાની હોય જવાબ મેળવતી વખતે કોમન કાઢવાથી જવાબ મળી જશે. એક બે વાક્યના પ્રશ્નોમાં જવાબનો જે મેઇન શબ્દ હોય તે નીચે પેન્સિલથી અન્ડર લાઇન કરવી. નિશાની અને સૂત્રોનો યોગ્ય ઉપયોગ કરી દાખલા ગણવા. હોંશિયા વિદ્યાર્થીએ દાખલ ગણવા અને મધ્યમ કે નબળા વિદ્યાર્થીએ થિયરીની પસંદગી કરવી.
ડી વિભાગમાં 4 માર્કના દાખલા પૂછાય છે તેને યોગ્ય કોષ્ટકમાં દર્શાવી અથવા તો સહેલાની પસંદગી કરવી. પાઘડીવાળા દાખલામાં પોઇન્ટમાં જવાબ આવે તો તેને પૂરા રૂપિયામાં લખો. શેરમૂડી ગણતી વખતે યોગ્ય કોષ્ટક અને અન્ય બાબતો લખવી, થિયરીના વિષયમાં નાની ભૂલોના કારણે માર્ક્સ કપાય છે પરંતુ એકાઉન્ટ જેવા વિષયમાં પુરા માર્ક્સ મેળવી શકાય જેથી રફમાં ગણતરી કરીને લખવું તેમ વિષય શિક્ષક શૈલેષ માંડલીયાએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.