દેશના ચરણે પોતાનું રજવાડુ પ્રથમ ધરી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવા માટેની માંગણી દિનપ્રતિદિન પ્રબળ બની રહી છે. મોરારિબાપુ અને ભાવનગર રાજવી પરિવાર દ્વારા આ અંગેની લાગણી વ્યક્ત કરાયા બાદ યુનિ.માં આ અંગે 26 માર્ચ 2017માં મુકાયેલા ઠરાવને આગળ ધરી સ્ટુડન્ટ પાવર ગ્રુપ દ્વારા પણ આ અંગેની માંગણી કરાયેલ છે.
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશની આઝાદી સમયે બધા રાજ્યોને એક તાંતણે બાંધવા માટે પોતાનું સમગ્ર રાજ્ય સૌ પ્રથમ દેશના ચરણે ધરી દીધુ હતું. ત્યારબાદ તેઓએ માત્ર 1 રૂા.ટોકન લઈ મદ્રાસના રાજયપાલ તરીકે પણ કામગીરી બજાવી હતી.
કન્યા કેળવણી, શિક્ષણ, કલા ક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન હતું અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પોતાના રાજ્યમાં કરનાર તેઓ પ્રથમ રાજવી હતા. આ મહારાજાનું નામ ભાવનગરના લોકોની અનેક લડત બાદ ભાવનગર યુનિ.ને આપવામાં આવ્યું છે. પણ હકિકતમાં કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ અને રાષ્ટ્રભાવના સામે આ યથોચીત કદર નથી.
ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ અને મોરારિબાપુએ પણ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.
કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન શા માટે?
ભાવનગરની જનતાની માંગણીનો પડઘો પડવો જોઈએ
26-3-2017ની સભામાં કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવા માટે ઠરાવ રજુ કરાયો હતો પણ તે સમયે રાજવી પરિવારની સંમતિ લીધા બાદ આ ઠરાવ કરવો તેવી સર્વાનુમતે સમજૂતી થતા ઠરાવ પાછો ખેંચાયો હતો. હવે માત્ર રાજવી પરિવાર જ નહીં સમગ્ર ભાવનગરની જનતાની આ માંગણી છે. - અક્ષય ચુડાસમા, પ્રમુખ, સ્ટુડન્ટ પાવર ગૃપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.