ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની માર્ચ-2022માં લેવાયેલી સ્ટાન્ડર્ડ ગણિતના વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુલાઇ-2022માં લેવાનારી પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતને બદલે વિદ્યાર્થી ઇચ્છે તો બેઝિક ગણિત વિષય સાથે પરીક્ષા દઇ શકે તેવો વિકલ્પ આપવા માગ કરાઇ છે. આ રજૂઆતમાં જણવાવું છે કે ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કોરોનાની સ્થિતિમાં યોગ્ય દ્રઢિકરણનો અભાવ તથા વિષયની કઠિનતાને કારણે નાપાસ થવાનો દર વધારે છે. ધો.10માં આ વર્ષે ગુજરાતમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં 8163 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
જો આ વિદ્યાર્થીઓ પૈકી ઘણા ખરા સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા ફરીથી આપીને પાસ થાય તેવો આત્મ વિશ્વાસ ધરાવતા નથી. આ સંજોગોમાં આગામી જુલાઇમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસવાને લાયક વિદ્યાર્થી ઇચ્છે તો સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત સાથે પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓની પાસ થવાની શક્તાઓ વધે અને સાથે વિદ્યાર્થીનું વર્ષ તથા સ્થગિતતા ન આવે તે અંગે રજુઆત કરાઇ છે. આ પરીક્ષા જો લેવામાં આવે તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં ગુજરાતમાં નાપાસ થયેલા 8116 વિદ્યાર્થીઓને આ વર્ષે વધુ એક તક બેઝિક મેથ્સની પરીક્ષામાટે આપવામાં આવે તો આવા વિદ્યાર્થીઓનું 2022નું વર્ષ બગડતુ અટકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.