રજૂઆત:તમામ લોકોને 10 કિલો તેલ અને અનાજ આપો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝંડા વંદના અને શહીદ વંદના કરાઇ
  • દરેક નાગરિકને રૂા.7500ની રોકડ સહાય કરવા સીટુએ સ્થાપના દિને રજૂઆત કરી

સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન (સીટુ)ના 51માં સ્થાપના દિવસની ઉજવણી ભાવનગરમાં માંગ દિવસ તરીકે કરવામાં આવી હતી. સીટુના કાર્યાલયે ઝંડા વંદના તથા શહીદ વંદનાના કાર્યક્રમ યોજાયા હતા. આ અવસરે જીવન જરૂરી વસ્તુઓ ખાદ્યતેલ, ચોખા, મગ, કઠોળ વિ. પેટ્રોલ, ડિઝલ, ગેરના બાટલાના જંગી ભાવ વધારાને રોકવા પગલા ભરવા તેમજ એપીએલ-બીપીએલ સહિતના તમામ રેશનકાર્ડધારકોને વ્યક્તિગત 10 કિલો અનાજ, તેલ ચોખા, ખાંડ તથા કઠોળ આપો, રસીકરણનો વેપાર બંધ કરવા જેવી માંગ કરાઇ હતી.

આ ઉપરાંત દરેકને ફ્રીમાં રસીકરણ કરાવવા, કોરોનાની કામગીરી કરતા આશા-આંગણવાડી વર્કરને દૈનિક રૂા.300નો કોરોના ભથ્થું આપવા, દરેક નાગરિકને રૂા.7500 કેશ ટ્રાન્સફર, રૂા.6000નું બેરોજગારી ભથ્થું આપવા માંગ કરાઇ હતી. અરુણ મહેતાએ વધુમાં જણાવ્યું હતુ કે ખેડુતોને નુકશાની 80 ટકા રકમ ચૂકવો જેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...