તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વડાળ ગામે વીજ વાયર પર પગ અડી જતાં બાળકીનું મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણામાં ઈલે.શોક લાગવાના બે બનાવો
  • કદંબગીરીમાં ખેત મજુર મોટર શરૂ કરવા જતાં કરંટ લાગતા મોતને ભેટ્યો

પાલિતાણા પંથકના બે ગામોના વાડી વિસ્તારમાં ઈલેક્ટ્રીક શોક લાગવાને કારણે એક 6 વર્ષની બાળકી તેમજ અન્ય એક યુવાનનું મોત થયાંનો બનાવ સામે આવ્યો છે. વિજ કરંટથી મોતના પ્રથમ બનાવમાં પાલિતાણાના વડાળ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ભાગીયું જમીન રાખી ખેતી કામ કરતા જગદીશભાઈ ચૌહાણની 6 વર્ષની દિકરી સાક્ષી જગદીશભાઈ ચૌહાણ આજે સવારે 7.30 વાગ્યા આસપાસ રમતા-રમતા તેની વાડીના બલ્બના વાયર પર પગ અડી જતાં ઈલેક્ટ્રિક શોક લાગતા બાળકીને સારવારઅર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડતા અહીં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. આ મામલે પાલિતાણા રૂલર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગ‌ળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મુળ શેરડીવદર ગામના અને હાલ કદંબગીરીના વાડી વિસ્તારમાં ખેત મજુરી કામ કરતા રણજીતભાઈ ભગુભાઈ ગોહિલ (ઉ.વ.40) સવારના 10 વાગ્યા આસપાસ વાડીની મોટર શરૂ કરવા જતાં ઈલેક્ટ્રિક શોક લાગતા તેમનું મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે રણજીતભાઈને દિગ્વિજય અને રૂદ્રરાજ નામના બે દિકરા અને સેજલ નામની એક દિકરી એમ ત્રણ સંતાનો હતા. આ બનાવ અંગે પણ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...