ક્રિકેટ ટુર્નામેન્ટ:ગીજુભાઇ વિનય મંદિર અને KPESની ટીમોની આગેકૂચ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારિયાન કપ આંતર શાળાકીય ક્રિકેટ ટુર્ના.

સેંટ મેરિસ સ્કૂલ દ્વારા આયોજીત મારિયાન કપ આંતર શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે રમાઇ ગયેલી મેચોમાં કેપીઇએસ હાઇસ્કૂલ અને ગીજુભાઇ વિનય મંદિરની ટીમોનો વિજય થયો હતો. ફાધર પલાવ મેમોરિયલ સ્ટેડિયમ ખાતે સવારની મેચમાં અમરજ્યોતિ હાઇ.ની ટીમે 20 ઓવર્સમાં 9 વિકેટે 80 રન નોંધાવ્યા હતા. જેમાં જૈમિન ભટ્ટના 39, શ્લોક ઠક્કરના 12 રન મુખ્ય હતા. હર્ષલ વાઘેલાએ 5, મનજીત વાઘેલાએ 3 વિકેટે મેળવી હતી.

કેપીઇએસની ટીમે 10 ઓવર્સમાં 3 વિકેટે 82 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચનો એવોર્ડ હર્ષલ વાઘેલાને અપાયો હતો. બપોરે બીજી મેચમાં સેન્ટ મેરિસ હાઇ.ગુજરાતી માધ્યમની ટીમે 10 ઓવર્સમાં 40 રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા. મીત મકવાણા અને યુવરાજ વાઘેલાએ 3-3 વિકેટો ખેડવી હતી. ગીજુભાઇ વિનય મંદિરની ટીમે 41 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ મીત મકવાણાના અણનમ 31 રન મુખ્ય હતા. ધૈર્યદીપસિંહ ગોહિલે 5 વિકેટો ખેડવી હતી.

અન્ય સમાચારો પણ છે...