ઝુંબેશ:ગિજુભાઈ બધેકાને પદ્મશ્રી એવોર્ડ માટે ઝુંબેશ હાથ ધરાઈ, ગિજુભાઈનું કેળવણી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્લી ચાઈલ્ડ એસોસીએશન તથા એસોસિએશન ફોર પ્રાઈમરી એજ્યુકેશન રિસર્ચ દ્વારા ઝુંબેશ

બાળ કેળવણીકાર ગિજુભાઇ બધેકાને પદ્મશ્રી માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈનું કેળવણી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન રહ્યું છે. અર્લી ચાઈલ્ડ એસોસીએશન તથા એસોસિએશન ફોર પ્રાઈમરી એજ્યુકેશન રિસર્ચ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ મળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર હાથ ધરાયેલા અભિયાનમાં શિક્ષણવિદો અને કેળવણીકારો, જાગૃત નાગરિકો ને જોડાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તેમના પુસ્તક દિવાસ્વપ્ન એ અનુભવ અને તાલીમ આધારિત શિક્ષણનો પાયો નાખ્યો હતો. ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના આ બાળ કેળવણીના રત્ન સમાન ગિજુભાઈને પદ્મશ્રી એનાયત થાય તેમાં સપોર્ટ કરવા ફેસબુક પેજ પર વોટ કરવા આહવાન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...