તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:ઘોઘાના પિરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે ઈદ નિમિતે યોજાતા મેળાનું આયોજન રદ, લોકોને અહીં એકઠા ના થવા અપીલ કરાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા દરગાહના ખાદીમ દ્વારા અપીલ કરાઈ

ઘોઘાના દરિયાકિનારે આવેલ પીરાને પીર દસ્તગીર ના ચિલ્લા ખાતે વર્ષ પરંપરાગત રીતે યોજાતા રમઝાનઈદ, વાસીઈદ તેમજ તરવાસીઈદના મેળાનું આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર ની ગાઈડલાઈન મુજબ દરગાહ પર મેળાનું કોઈ પણ આયોજન રાખવામાં આવેલ નથી,

ઘોઘા દરિયાકિનારે આવેલ પીર દાસ્તગીરના ચિલ્લા ખાતે મુસ્લિમ સમાજના પવિત્ર એવા રમજાન માસ ની પૂર્ણાહુતિ અને આવતીકાલે રમજાન ઈદ થશે જેને લઈ દર વર્ષે અહીંયા હજારો મેદની દર્શનાથે આવતા હોય છે અને મેળો ભરાય છે પણ આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારના જાહેરનામા ને લઈ આ વર્ષનો મેળો નહીં યોજવા ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે,

દરેક ધર્મના લોકોને જાહેર અપીલ દરગાહના ખાદીમ અને ટ્રસ્ટી મહેમુદમિયાં બાપુ સૈયદ દ્વારા કરવામાં આવી છે અને જો કોઈ રમઝાનઈદ, વાસીઈદ તેમજ તરવાસીઈદ આ ત્રણ દિવસે જો કોઈ અહીંયા એકઠા થશે અને તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે, દરગાહના ટ્રસ્ટીની કોઈ જવાબદારી રહેશે નહીં એવુ જાહેર કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...