તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મબલક કમાણી:ઘોઘાના માછીમારોને મળી કુંટ માછલીઓ, 12 લાખમાં ખરીદાઈ

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 2477 કિલોની 232 નંગ કુંટ માછલીઓ જાળમાં ફસાઈ હતી
 • ઘોઘાના 4 માછીમારોની જાળમાં ભરૂચ પાસે માછલીઓ સપડાઈ

ઘોઘા ગામના ચાર માછીમારો દરિયામાં બોટ લઈને માછીમારી કરવા ગયા પણ તેમનો સામાન્ય દિવસ તેમના માટે 12 લાખ રૂપિયા લઇને આવ્યો હતો. તા. 4 ફેબ્રુઆરી ને ગુરુવારે રાત્રીના સમયે ઘોઘા ના ચાર માછીમારો બોટ લઇને ભરૂચ પાસેના કાવી કંબોઈ પાસેના દરિયામાં માછલી પકડવા ગયેલા ત્યારે માછીમારની જાળીમાં એક સાથે કુંટ માછલી નું આખું ઝુંડ ફસાયુ હતું ,ત્યાર બાદ આ માછીમારો પોતાની બોટમાં આ કુંટ માછલીઓ ભરીને ઘોઘા બંદર પર આવ્યા હતા.

માછીમારોને બોટમાંથી માછલીઓને ઘોઘા જેટી પર ઉતારી અને ગણવામાં આવતા કુલ 232 નંગ કુંટ માછલીઓ થઇ હતી. તે માછલીઓનું વજન 2477 કિલો જેટલું માપવમાં આવ્યું છે. ઘણા લાંબા સમય પછી એક સાથે આટલી બધી કુંટ માછલીઓ મળી આવી છે.ઘોઘાના આ માછીમારોને આટલી મોટી માત્રામાં કુંટ માછલીઓ આવી હોવાની ખબર જયારે વેરાવળના એક વેપારી મળી ત્યારે તેમના દ્વારા આ 232 નંગ માછલીઓની ખરીદી કરવામાં હતી.

આ કુંટ માછલીનો એક કિલોનો ભાવ 480 રૂપિયા છે અને આ 232 નંગ માછલીઓનો કુલ વજન 2477 કિલો થયું હતું જેના કુલ રૂપિયા 11,88,960 થયા હતા.આ તમામ માછલીઓને વાહન મારફતે વેરાવળ મોકલી આપવામાં આવી હતી.

કુંટ માછલી વિશે જાણવા જેવી વિગતો
આ કુંટ માછલી સ્વાદિષ્ટ હોય છે, અને સાથે જ તેના અંગોના ઔષધીય ગુણોને કારણે પૂર્વ એશિયામાં તેની કિંમત ઘણી વધારે હોય છે. કુંટ માછલી સામાન્ય રીતે સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે.કુંટ માછલીની ચામડી અને તેના ફેફસા નો ઉપયોગ દવાઓ સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવામાં પણ થાય છે. પાછલા થોડાક વર્ષોમાં આ સામગ્રીની વૈશ્વિક માંગ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો