સિહોરથી ઘાંઘળી ગામની વચ્ચે અનેક ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા છે. પરંતુ રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે અહીંથી પગપાળા તો ઠીક વાહન પણ પસાર થઇ શકે તેવી પરિસ્થિતિ રહી નથી. પાલિતાણા-અમદાવાદ સ્ટેટ હાઇ-વે પૈકીનો સિહોર-ઘાંઘળીનો રોડ તદ્દન ખાડાખડીયા વાળો થઇ ગયો છે.
આ રસ્તા પરથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં પાલિતાણા જતા-આવતા જૈન યાત્રાળુઓના વાહનો પસાર થાય છે. પરંતુ રસ્તાનું અસ્તિત્વ જ ગાયબ થઇ ગયુ હોવાથી વાહનોને નુકસાન પણ થઇ રહ્યું છે, અને ખાડા તારવવા જતા અનેક વખત નાના અકસ્માતો પણ થઇ રહ્યા છે.
આ અંગે સિહોર સ્ટીલ રી-રોલિંગ મિલ એસોસિએશન દ્વારા માર્ગ-મકાન વિભાગના મંત્રી, ભાવનગરના એક્ઝિક્યુટિવ એન્જીનિયરને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, સિહોર-ઘાંઘળી રોડ, જીઆઇડીસી-2માં રસ્તાની હાલત તદ્દન બિસ્માર છે. તત્કાળ ધોરણે રસ્તાની મરામત કરાવવા માટે તાકીદ કરી છે. આ રસ્તા પર અનેક ઉદ્યોગો આવેલા છે, તેના વાહનોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.