રાજકારણ:રાજકીય પક્ષોમાં ભાંગતોડની ભૂમિતિ, ગ્રામ્ય પંથકમાં ખેંચતાણ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી આડે દસ દિવસો રહ્યા છે ત્યારે તરજોડની સ્થિતી
  • રાજકીય પક્ષોના​​​​​​​ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર સાથે અન્ય રાજકીય પક્ષના આગેવાનોને ખેંચવા ભારે મથામણ

ચૂંટણી આડે હવે દસ દાડા જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા લોક સંપર્ક, જાહેર સભા, રેલીઓ સહિત પ્રચાર કાર્યમાં તો ગળા ડૂબ છે. પરંતુ સાથોસાથ તરજોડમાં પણ લાગી ગયા છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં રાજકીય આગેવાનો હોદ્દેદારો એક પક્ષમાંથી બીજા પક્ષમાં ખેંચવા અને જોડાવાનું પૂર જોશમાં શરૂ છે.

ગારીયાધાર વિધાનસભા હેઠળ જેસર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો આપને છોડી ભાજપમાં જોડાયા હતા. તેમજ ગારીયાધાર કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં છોડાયા હતા. જ્યારે ગઢડામાં પણ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોએ ભાજપનો હાથ પકડ્યો હતો. આમ ચૂંટણી જીતવા રાજકીય પક્ષો અંત ઘડીઓમાં ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.

ગારિયાધાર -જેસરમાં કોંગ્રેસ અને આપ છોડ્યુ
ગારીયાધાર વિધાનસભાની ચુટણીનો માહોલ હાલમાં ભારે ગરમાયો છે.જેમાં હાલમાં ભાજપ કોગ્રેસમાં ભંગાણ થઈ રહ્યુ છે. જેમાં થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાં ગારીયાધાર ભાજપનાં હોદેદારો જોડાયા હતા. ત્યારે જેસર તાલુકા પંચાયતનાં પ્રમુખ અતુલભાઇ નૈયારણ આપ છોડી ભાજપમાં જોડાયા હતા.તેમજ ગારીયાધાર તાલુકા પંચાયતનાં બે સભ્યો તેમજ પુર્વ કોગ્રેસ પ્રમુખ ગોગદાણી ભાજપમાં જોડાયા હતા. તાલુકા પંચાયતનાં પ્રમુખ ધનજીભાઇ કથિરીયા ભાજપમાં જોડાયા તેવો મેસેજ વાયરલ કરતાં તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઇ કથિરીયાએ જણાવ્યું હતુ કે ગઇ કાલે સોશ્યલ મિડીયામાં મારા ફોટાે વાયરલ કરવામાં જે ફોટામાં મને ભાજપમાં જોડવામાં આવ્યો છે. તેવુ બતાવવામાં આવ્યુ છે.પરંતુ તે ફોટાઓ જુનાં છે. જે ફોટાઓ ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યાં છે. તેઓ કોગ્રેસ પાર્ટીના કાર્યકર છે તેમ જણાવ્યું હતુ.

ગઢડા કોંગ્રેસના હોદેદારો ભાજપમાં જોડાયા
ગઢડા (સ્વામીના) વિધાનસભા બેઠક ઉપર મતદાનના થોડા દિવસો બાકી છે ત્યારે ભારે રાજકીય માહોલ વચ્ચે દરેક ઉમેદવારોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આ દરમિયાન શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સહિત ગ્રામ્ય વિસ્તારના અનેક કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. આ દરમિયાન ગઢડા ખાતે પ્રદેશ ભાજપના મોવડીઓ તથા સ્થાનિક આગેવાનો અને સાધુ સંતોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...