ભાવિ ઈજનેરોના બહોળા હિત અને સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને સરકારી ઈજનેરી કોલેજ, ભાવનગર દ્વારા સંસ્થા ખાતે સરકારી ઈજનેરી કોલેજ ,ભાવનગર અને ઋષિરાજસિંહ મોરી દ્વારા સ્થાપિત નોન-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન ઇન્વિન્સિબલ, અમદાવાદની સંસ્થા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની દિશામાં એક સફળ પગલાં તરીકે તેમજ બહોળા હિતોને ધ્યાને રાખીને કરાર કરવામાં આવ્યા હતા. સંસ્થાના આચાર્ય ડૉ. જી.પી. વડોદરીયા વિગેરેની કરારવિધી કરેલ હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રિ. ડૉ. જી.પી. વડોદરીયાએ જણાવ્યુ હતું કે સરકારી ઈજનેરી કોલેજે હંમેશા ઈજનેરી શિક્ષણ અને નોકરી/વ્યવસાયના ક્ષેત્રો વચ્ચેનું અંતર ઓછું કરી, કૌશલ્યવર્ધન, ઉત્તમ શિક્ષણ અને દિશાસૂચક માર્ગદર્શનના ત્રિવેણી સંગમની દ્રષ્ટિ રાખી છે.
જાહેર સંબોધન, ગૃપ ડિસ્કશનની પ્રવૃત્તિઓ; રાયફલ શૂટિંગ, સ્વ-બચાવ અને રક્ષણ તેમજ સમાજને ઉપયોગી અને જાહેરજનતાના ફાયદાકારક અને જાગૃતિ વિષયક કાર્યક્રમો જેવા કે વૃક્ષારોપણ, થેલેસેમિયા અંગે જાગૃતિની પ્રવૃત્તિઓ ઉપરાંત વિવિધ વર્ષ અને ઈજનેરી શાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્વિન્સિબલ સંસ્થાના સહયોગ, તાલીમ અને માર્ગદર્શન હેઠળ તણાવમુક્ત જીવન, ટિમ મેનેજમેન્ટ, રક્તદાન અને યોગ-પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ કરવાની સાથેસાથે, તજજ્ઞોના ખાસ સંવાદ-પરિસંવાદનું આયોજન કરવું, વગેરે માટે સંસ્થા દ્વારા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવેલ હતા. ઇન્વિન્સિબલ સંસ્થાના ઋષિરાજસિંહ મોરીએ વિશ્વની જરૂરીયાતો, લેટેસ્ટ ટેકનોલોજી વિશેનું જ્ઞાન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.