નવતર પ્રયોગ:કોરોના મહામારી દૂર થાય અને વહેલી તકે શાળાઓ શરૂ થાય તેવા ઉદ્દેશ સાથે ભાવનગરમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું

ભરતનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, સરકારી શાળાના શિક્ષકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરી તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાંથી કોરોના મહામારી દૂર થાય અને વહેલી તકે શાળાઓ શરૂ થાય તેવા આશયથી નવતર કાર્યકમ કરવામાં આવ્યો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નંબર-76 ભરતનગર દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, આ યજ્ઞનો ભાવ હાલ ચાલી રહેલી કોરોના મહામારી વિશ્વમાંથી દૂર થાય તેવા ભાવ સાથે આયોજન કરવામાં આવ્યું હતું, કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે ત્યારે બાળકો વગરના વર્ગખંડો સુમસામ બન્યા છે, જેને લઈ શિક્ષકો શાળાએ બાળકો વગર કંટાળી ગયા છે.

શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ તો અપાઈ રહ્યું છે, પરંતુ બધા બાળકો સુધી શિક્ષણ પહોંચીં નથી શકતું. વહેલી તકે આ કોરોના મહામારીમાંથી બહાર નીકળીએ અને શાળાઓ શરૂ થાય અને બાળકોના ખિલખિલાટ કરતા જોવા મળે તેવા ભાવ સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે આચાર્ય દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ કરીને પોતાના ઘરમાં બાળકો, વાલીઓ સાથે મળીને 11 ગાયત્રી મંત્રનો જાપ કરે અને પ્રાર્થના કરે કે, વહેલી તકે કોરોના મહામારી વિશ્વ બહાર નીકળે.

આ અંગે શાળાના આચાર્ય હરેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, વિશ્વ કલ્યાણની ભાવના સાથે આજે અમે શાળાના પટાંગણમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું, છેલ્લા સવા વર્ષથી શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓ શાળાઓએ આવી શકતા નથી. એવા સંજોગોમાં હવે વિદ્યાર્થીઓ વગર શિક્ષકો કંટાળી ગયા છીએ, ઓનલાઈન અભ્યાસ તો આપીએ છીએ, પરંતુ બધા બાળકો સુધી પહોંચી શકાતું નથી. શાળાઓ વહેલી તકે શરૂ થાય તેવા ભાવ સાથે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો છે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ-વાલીઓને મેસેજ કર્યો છે કે તમામ વાલીઓ, બાળકોએ સાથે બેસીને 11 ગાયત્રી મંત્રનો જાપ કરે, અમને આશા છે કે વહેલી તકે શાળાઓ શરૂ થશે તેવી શ્રધ્ધા છે.

અન્ય સમાચારો પણ છે...