કાર્યક્રમ:કમિશનરને ફૂલ આપી કચરાની બેગ દ્વારા પાલિકામાં ચોકલેટ વિતરણ કર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમલેશભાઈ ચંદાની દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો
  • કચરો, ગંદકી, ગાય ઢોરનો ત્રાસ હોય તો સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવાશે

ભાવનગરના કમિશનર અને નેતાઓને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપી ગાંધીગીરી કરવાની ચીમકી આપનાર કમલેશભાઈ ચંદાની અને તેમના સમર્થકોએ પોતાની વાત પર ખરા ઉતરીને મીની કમિશનરને ફૂલ આપી કચરાનું બેગ આપીને નગરપાલિકામાં ચોકલેટ વિતરણ કર્યું હતું અને આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ નવીન કાર્યક્રમથી તંત્ર નહીં જાગે તો સમાજસેવી કમલેશભાઈ ચંદાની આવા કાર્યક્રમો દ્વારા તંત્રને જગાડવાનું કામ કરતા રહેશે તેવી ચીમકી અપાઈ છે. ગાંધીનગરથી દિલ્હી સુધી ભાવનગર નો અવાજ પહોંચાડવામાં આવશે. ભાવનગરના કોઈપણ વિસ્તારોમાં કચરો, ગંદકી, ગાય ઢોરનો ત્રાસ હોય તો કમલેશભાઈ ચંદાણીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...