ભાવ વધારો:છેલ્લા 6 સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં લિટરે 5.37નો વધારો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિઝલના લિટરના ભાવમાં રૂા.6.59નો વધારો
  • ભાવનગરમાં છેલ્લા 42 દિવસમાં પેટ્રોલના અને ડિઝલના ભાવમાં 24 વખત થયો વધારો

ભાવનગરમાં ગત મે માસથી પેટ્રોલ -ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અનેક પ્રકારની મોંઘવારીથી ઘેરાયેલા મધ્યમ વર્ગ માટે પેટ્રોલના ભાવમાં લગભગ એકાંતરા ભાવવધારાથી મંથલી બજેટની કમર તૂટી ગઇ છે. ભાવનગરમાં છેલ્લાં 6 સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં એક લિટરે રૂા.5.37 અને ડીઝલના ભાવમાં એક લિટરે રૂા.6.59નો ભાવ વધારો થયો છે.

મે માસના આરંભ ભાવનગરમાં પેટ્રોલના એક લિટરના ભાવ રૂા.88.01 હતા તેમાં બંગાળની ચૂંટણીના પરિણામ બાદ ભાવ સતત વધી રહ્યાં છે. ગત મે માસમાં કુલ 17 વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. 89.01ના ભાવે એક લિટર મળતું પેટ્રોલ આજે રૂા.94.38ના ભાવે થઇ ગયું છે. આમ, 42 દિવસમાં એક લિટરના ભાવમાં રૂા.5.37નો વધારો થયો છે. આવી જ રીતે ડિઝલના ભાવ પણ સતત વધી રહ્યાં છે. મે માસના આરંભે ડિઝલનો એક લિટરનો ભાવનગરમાં ભાવ રૂા.88.39 હતો તે આજે 42 દિવસ બાદ એક લિટરે રૂા.6.59 વધીને 94.98 થઇ ગયો છે.

આમ, દાળ, ખાદ્યતેલ, શાકભાજી જેવી જીવનજરૂરી ચીજોના ભાવથી મધ્યમ વર્ગ આર્થિક રીતે ખંખેરાઇ રહ્યો છે તેમાં છેલ્લાં 6 સપ્તાહથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ સતત વધારાએ આ મુશ્કેલીમાં વધારો કરવાનું કામ કર્યું છે.

ડિઝલનો ભાવ રૂા.95ને આંબવા આવ્યો
ભાવનગરમાં ડિઝલનો ભાવમાં પેટ્રોલથી વધુ વધારો થયો છે. ડિઝલના 1 લિટરનો ભાવ ભાવનગરમાં રૂા.94.98 એટલે કે લગભગ રૂા.95 થવા આવ્યાં છે. પેટ્રોલની તુલનામાં ડિઝલના ભાવ 60 પૈસા વધુ છે.

અન્ય સમાચારો પણ છે...