વિશેષ:4 વર્ષમાં 45 હજાર ઘરમાં ગેસ પાઇપલાઇન જોડાણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં સુભાષનગર બાદ આનંદનગર, ક્રેસન્ટ , ખાર ગેટ , વડવા અને કુંભારવાડા ખાતે નેટવર્ક સ્થપાશે

ભાવનગરમાં છેલ્લા ચાર વર્ષથી ગેસ પાઇપલાઇન ની કામગીરી શરૂ છે. તાજેતર માં સુભાષનગર વિસ્તાર માં પાઇપલાઇન ની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોટાભાગે મે થી લઈને ઓગસ્ટ એટલેકે ચોમાસાનાં મહિનાઓમાં એમ પણ પાઇપલાઇન માટે ખોદકામની પરવાનગી ન મળતી હોવાથી અત્યારે વધુમાં વધુ વિસ્તારો માં કામગીરી કરવાનું ગુજરાત ગેસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં ગુજરાત ગેસ દ્વારા 1600 કી.મી. ની પાઇપલાઇન નાખીને 45 હજાર ગ્રાહકોને ઘર વપરાશ માટે પી. એન.જી આપવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર નાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા ગુજરાત ગેસ લિમિટેડ ને 2014 માં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુંશન નેટવર્ક ની માન્યતા પ્રાપ્ત કર્યા બાદ 2017 થી ભાવનગરનાં ભૌગોલિક વિસ્તાર માં પાઇપલાઇન નેટવર્ક ની સ્થાપના કરવામાં આવી છે . આગલા એક વર્ષમાં આ નેટવર્ક ભાવનગર નાં 60 હજાર ઘરો માં ઘરેલુ પી. એન.જી પૂરો પાડે તેવી વ્યવસ્થા થશે. ભાવનગર નાં પાલીતાણા અને શિહોર નેટવર્ક ની અનુક્રમે 2017 અને 2018 માં સ્થાપના કરવામાં આવી છે.

હાલમાં પાલીતાણા ખાતે 3 સી. એન.જી સ્ટેશન, પી. એન.જી ગેસ નાં 36 કોમર્શિયલ અને 800 ઘરેલુ વપરાશ નાં કનેક્શનો ઉપલબ્ધ છે. હાલમાં અલંગ ખાતે પણ ગેસ કનેક્શન પહોંચાડવામાં આવે છે જે ગુજરાત ગેસ દ્વારા એક અગત્યની જગ્યા ગણવામાં આવી રહી છે ત્યાં ગેસ પહોંચવાથી ઘણા બધા પ્રશ્નો હલ થઈ જશે. અત્યાર સુધી ત્યાં સિલિન્ડર ગેસ નો ઉપયોગ જ કરવામાં આવતો હતો. હા અહી 5 ઇન્ડસ્ટ્રી ને ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. અને ભવિષ્યમાં બીજી 11 ઇન્ડસ્ટ્રી ને આપવામાં આવશે.

જો કોઈ જગ્યાએ પૂરતા ગ્રાહકો ન થાય તો પાઇપલાઇન નાંખવાનો ખર્ચ પણ માથે પડે. શહેરમાં વરતેજ, ચિત્ર, આર.ટી.ઓ સર્કલ , કાળીયાબીડ , વિઠ્ઠલવાડી, હિલ ડ્રાઈવ, સુભાષનગર , નીલમ બાગ , કાળાનાણાં થી લઇ ને ટોપ ૩ સર્કલ તથા મહિલા કૉલેજ સુધી પાઇપલાઇન નેટવર્ક ની સ્થાપના કરવામાં આવી છે.આટલા વર્ષો સુધી રાહ જોયા બાદ હવે શહેર નાં આનંદનગર, ક્રેસન્ટ , ખાર ગેટ , વડવા અને કુંભારવાડા જેવા વિસ્તારો માં નેટવર્ક ની સ્થાપના હાથ ધરવામાં આવશે.

PNGનાં વપરાશમાં ભાવનગર વાસીઓ આગળ
ભાવનગર પી. એન.જી ની સાથે સાથે સી.એન.જી ગેસ નો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે. અત્યારે શહેરમાં માસિક 1 લાખ 50 હજાર કિલો સી.એન.જી ગેસ વેચાય છે જેમાંથી 4000 ગાડીઓ અને 5000 અન્ય વાહનો ચાલી રહ્યા છે. દૈનિક 45 હજાર કિલો સી.એન.જી ગેસ નો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ભાવનગર માં 27 સી.ઈન.જી. સ્ટેશન છે અને આવતા એક વર્ષમાં 15 થી વધારે સી. એન.જી સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...