મેઘમહેર:ભાવનગરના ગારીયાધાર તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાઓ પર પાણીથી ગાડીઓના ટાયર ડૂબ્યા
  • ગારીયાધાર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી

ભાવનગર શહેર-જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાએ સતત ત્રણ-ચાર દિવસથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્રણ-ચાર દિવસથી ભાવનગર જિલ્લામાં વરસાદ મન મૂકી ને વરસી રહ્યો છે જેમાં આજે ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, ગારીયાધાર અને સિહોરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા.

ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
આજરોજ ગારીયાધારમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી થઈ હતી, ગારીયાધાર પંચાયતના રોડ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ટુ વ્હીલ ગાડીઓના ટાયર ડૂબી જવા પામ્યા હતા, રોડ પર પાણી પાણી ફરી વળ્યા હતા, ગારીયાધાર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે, ગઈકાલે ગારીયાધારમાં પોણા બે ઈંચ જેટલો અને સિહોરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગારીયાધાર તાલુાકમાં સીઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો
ગારીયાધાર તાલુકાના ગામોમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જનજીવન અસ્ત વ્યસ્ત જવા પામ્યું છે રોડ પર પાણી ફરી વળ્યા છે ત્યારે આશરે એક થી દોઠ ઇંચ વરસાદ વરસી ગયો છે ગારીયાધાર તાલુકામાં સીઝનનો 70 ટકા વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. આજના ખુશ મિજાજી વરસાદથી લોકો અને ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા હતા.

બગડમાં ધોધમાર વરસાદથી નદીમાં ભારે પૂર
બગડ ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં આજે 100 મી.મી. એટલે કે ચાર ઇંચ વરસાદ વરસી જતા બગડ નદી બે કાંઠે વહેતી થતા વાહનવ્યવહારને પણ અસર થઇ હતી. બગડ ડેમાં આજ સાંજે 5486 ક્યૂસેક પાણીની આવક અને જાવક હતી.

રોજકી ડેમ 90 ટકા ભરાતા એલર્ટ
રોજકી ડેમ આજે સતત પાણીની આવકને લીધે 90 ટકા ભરાઇ ગયો હતો. હવે આ ડેમ પૂર્ણ સપાટીએ ભરાય અને ઓવર ફ્લો થાય તો નદીના પટમાં કે કાંઠાના વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. જ્યારે ડેમ ઓવર ફ્લો થશે ત્યારે મહુવા તાલુકાના ગોરસ, જાદરા, નાના કુંભણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા અને ઉમિયાવદર ગામને અસર થવાની શક્યતા છે.

મહુવાના ગુંદરણામાં 4 ઈંચ વરસાદ
મહુવા તાલુકાના ગુંદરણા પંથકમાં સાંજે દોઢેક કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગુંદરણાની ખારો નદી બે કાંઠે વહેવા લાગી હતી. ગુંદરણા, બગદાણા રોડ પાણી આવવાના કારણે બ્લોક થઈ ગયો હતો. આથી નાળા છલકાઈ જતા અનેક યાત્રાળુઓને સામે કાંઠે ગાડીઓ થોભાવી પડી હતી.ખારા નદી બે કાંઠે વહેવા લાગી હતી તેથી ખેત મજૂરો ફસાયા હતા પાણી ઓસરતા સ્થિતિ થાળે પડી હતી.

અન્ય સમાચારો પણ છે...