તપાસનો અભાવ:અકવાડા લેકમાં બાળકીનું મૃત્યુ થતા માળીને જવાબદાર ઠેરવ્યા, સસ્પેન્ડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર બનાવમાં તટસ્થ તપાસનો અભાવ
  • એમ્યુઝમેન્ટ પાર્ક અને ટોય ટ્રેનનું સંચાલન કરતા જવાબદારોને છાવરવાનો પ્રયાસ

કોર્પોરેશનના અકવાડા લેકમાં ગઈકાલે ટોય ટ્રેનમાં વીજ કરંટને કારણે એક બાળકીનું મૃત્યુ નીપજયું હતું જેમાં ખુદ શિક્ષણ મંત્રીએ તટસ્થ તપાસ કરવાની સુચના આપી હોય છતાં જવાબદારોને છાવરવા માટે કાર્ડનો વિભાગના એક માળી કક્ષાના કર્મચારીને ફરજ મોકુફ કરવામાં આવ્યો છે. અકવાડા લેક એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ગત તારીખ 4 ના રોજ ટોય ટ્રેનના સ્થળે ઇલેક્ટ્રિક શોક લાગતા બાળકીનું મૃત્યુ નીપજયું હતું. કોર્પોરેશનની ગંભીર બેદરકારી પણ બહાર આવી હતી.

જાનલેવા બેદરકારી છતાં કોર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ઉડતી નહોતી. ઔપચારિકતાનો મારો ચાલ્યો અને કમિશનરે પણ ગાર્ડન વિભાગ અને બિલ્ડીંગ વિભાગના અધિકારીને તપાસના આદેશ કર્યા હતા. ઇલેક્ટ્રિક શોક લાગવાથી બાળકીનું મૃત્યુ નીપજયું હતું જેથી ટોય ટ્રેન ચલાવતા અને મેઇન્ટેનન્સ કરતા તેમજ અકવાડા લેકના ઈલેક્ટ્રીાસિયની એજન્સી અને સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીઓની પણ ગહન તપાસ જરૂરી બની હતી.

પરંતુ વિભાગીય અધિકારીઓ દ્વારા પણ બનાવના મૂળ સુધી પહોંચવાને બદલે માળી કક્ષાના કર્મચારી બીપીનભાઈ રાઠોડને જવાબદાર ઠેરવી ફરજ મોકુફનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટોય ટ્રેનના સ્થળે ઇલેક્ટ્રિક શોકની સંભાવનાઓ લાંબા સમયથી હોવાનું એમ્યુઝમેન્ટ પાર્કમાં જતા પ્રજાજનો દ્વારા પણ જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...