મહુવા ગ્રામ નિર્માણ સમાજ નજીક વાસીતળાવથી જે.પી.પારેખ હાઇસ્કુલના રોડ ઉપર કચરાના ઢગ ખડકાય છે. આ ઉપરાંત શહેરના સોસાયટી વિસ્તારોમાં પણ ઉકરડાં ઉપાડવામાં ન આવતા હોવાની ફરીયાદ ઉભી થવા પામી છે. રાજય સરકારની સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ ઉપર જ રહી ગઇ હોય તેમ ભાસી રહ્યું છે.મહુવા શહેરમાં જાહેરમાં કચરો નાખવામાં આવતો હોય ઠેર-ઠેર ઉકરડા ઉભા થઇ રહ્યાં છે તેમજ નગરપાલિકા દ્વારા કચરાના ઢેર ઉપાડવામાં આવતા ન હોય સમગ્ર રોડ ઉપર કચરો ફેલાતો હોવાનુ અને વિવિધ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય ફેલાયુ હોવાની ફરીયાદ નગરજનોમાં ઉભી થવા પામી છે.
રાજ્ય સરકારે પ્લાસ્ટીકની પેપર બેગોના વિકલ્પો તરીકે શણ કે કપડાની બેગોનો વપરાશ પ્રચલિત કરવો જોઈએ વેસ્ટમાથી બેસ્ટની વાતો કરનાર સંસ્થાઓએ જુના કપડા કે મીલોના વેસ્ટ માંથી કાપડની થેલી બનાવી ડસ્ટબીન માફક વિના મૂલ્યે વિતરણ કરવા આગળ આવવાની જરૂરિયાત ઉભી થવા પામી છે.યોગ્ય પરિણામ પ્રાપ્તિ સુધી પાતળા પ્લાસ્ટીકના ઉપયોગને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય રીતે યોગ્ય પગલાં ભરી તેની કડક અમલવારીની સાથે નગરપાલીકા/ મહા નગરપાલિકા અને એન.જી.ઓ. દ્વારા સામુહિક જાગૃતિ અભિયાનની જરૂર છે.
આ માટે મહુવા નગરપાલિકા પહેલ કરી અનુકરણીય કાર્યવાહી હાથ ધરે તેવી નાગરીકોમાં અપેક્ષા ઉભી થઇ છે. મહુવાના રહિશો લેખિતમાં રજુઆત કરે છે. તેમ છતાં કચરો ઉપાડવામાં આવતો નથી, સફાઇ કામદારો કચરો ભેગો કરે અને જાહેરમાં કચરો સળગાવે છે તેમજ ગ્રામ નિર્માણ સમાજની ઓફિસની બાજુમાં રોડ ઉપર કચરો ઠલવાય છે. છાશવારે સફાઇ ઝુંબેશ ઉજવી સરકારી ગ્રાન્ટનો બેફામ ખર્ચ કરતી નગરપાલિકા ઉકરડા અને ફેલાતા કચરાનો ઉકેલ લાવે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.