તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ને ખાનગી રાહે બાતમી મળેલ હકીકત આધારે ભાવનગર જિલ્લાના ઘોઘા ખવાસી જમાત ની સામે ગલી ની અંદર આવેલ ખુલ્લી જગ્યામાં હદીશરાય સરીફરાય રાણા તથા જીવાભાઈ મકવાણા ઉર્ફે ભાકો રહે.બંને ઘોઘા વાળા એ પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી વરલી મટકા આંકડાનો જુગાર રમી રમાડે તેવી બાતમી આધારે રેડ કરતા 16 શકશો રંગે હાથે ઝડપી લીધા હતા,
ઘોઘાના ખવાસી જમાતની સામે બે શખ્સો બહાર થી અમુક માણસો બોલાવી વરલી મટકાનો જુગાર રમાડતા હોય જેની જાણ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ને થતા તેણે રેઈટ કરતા 16 ઈસમો ને ઝડપી લીધા હતા, જેમાં હદીશભાઈ સરીફભાઈ રાણા, મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઇ સૈયદ, હમીરભાઇ અલારખભાઈ સરવૈયા, ઇલીયાસભાઇ યાકુબભાઈ શેખ, અજયભાઈ અરવિંદભાઈ બાંભણિયા, હીરાભાઈ ચિથરભાઈ મકવાણા, ઓઘાભાઈ વેલાભાઈ કથીરિયા, ધીરુભાઈ ભગવાનભાઈ વાઘેલા, ભરતભાઈ લક્ષમણભાઈ મેર, ધર્મેશભાઈ વામનભાઈ થાણીયા, રાજુભાઈ ભાણજીભાઈ ચૌહાણ, ખુશાલ ગોરધનભાઈ રાઠોડ, મજીદભાઈ ઉમરભાઈ કુરેશી, બેરભાઇ કરશનભાઈ ખડવી, રવજીભાઈ તથા જીવાભાઈ ઉર્ફે ભાકાભાઈ મકવાણા સહિતના લોકો સામે જુગારધાર ની કલમ નીચે ગુન્હો નોંધ્યો હતો,
જુગારધામ પર રેઈટ દરમિયાન 14 જેટલા જુગારીઓ ઝડપી લીધા હતા અને 2 નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, ઝડપાયેલા શખ્સો પાસે થી રોકડા રૂપિયા 23,580 તથા મોબાઈલ ફોન નંગ.10 જેની કિંમત રૂપિયા 14,000 સહિત કુલ રૂપિયા 37,580 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.