તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકતવ્ય:ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક જેને વિજ્ઞાન સાથે ગાઢ નાતો,વૈજ્ઞાનિક ડો. પંકજ જોષીનું રસપ્રદ વકતવ્ય યોજાયું

ઈશ્વરિયા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • લોકભારતી સણોસરા ખાતે વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા યોજાઇ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી વિષય પર રાજ્ય કક્ષાની કાર્યશાળાના પ્રારંભે જાણીતા ખગોળ વૈજ્ઞાનિક પંકજ જોષીએ વિવિધ પ્રસંગોના ઉલ્લેખ સાથે જણાવ્યું કે ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક હતું, જેને વિજ્ઞાન સાથે ગાઢ નાતો હતો તેમણે વધુમાં જણાવ્યુ હતું કે વિજ્ઞાન અને અધ્યાત્મનું મુખ્ય ધ્યેય સત્યની શોધ હોય છે, જે ગાંધીજી સાથે સંકળાયેલ છે તેમ વાત કરી બ્રહ્માંડની વાત જ તત્વજ્ઞાનની વાત છે, વિજ્ઞાન એટલે બ્રહ્માંડને સમજવું તે છે ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક હતું, જેને વિજ્ઞાન સાથે ગાઢ નાતો હતો.

વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી વિષય પર રાજ્ય કક્ષાની કાર્યશાળાના પ્રારંભે લોકભારતીના વડા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ આ કાર્યશાળા અને લોકવિજ્ઞાન કેન્દ્રના ખરા હેતુ વિષે ભૂમિકા રજુ કરી અને કહ્યું કે સામાન્ય જન સુધી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે તે આપણો હેતુ છે. અબ્દુલ કલામના ઉલ્લેખ સાથે વિજ્ઞાન ગણિતને વિષય તરીકે નહીં પણ રોજિંદા જીવન તરીકે આવવા પર ભાર મુક્યો હતો.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગુજકોસ્ટ, ગાંધીભારતી અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર સણોસરાના સંયુક્ત ઉપક્રમે 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાનના આ રાજ્યકક્ષાની કાર્યશાળાના આયોજનમાં મુખ્ય સંયોજક વિશાલ ભાદાણી દ્વારા સંચાલન સાથે ગાંધી જીવન, સત્ય અને ભવિષ્ય બાબતે રાજ્યભરના લોકવિજ્ઞાન કેન્દ્રોનાં સંચાલકો સહાયકો સાથે સંવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો