આક્રોશ:ગુજરાત કોંગ્રેસના માળખાથી ગાંધી પરિવાર નારાજ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • "સારા રહી જાય, માખણીયા લાભ લઈ ચાલ્યા જાય'નો આક્રોશ...
  • શહેર કોંગ્રેસની કારોબારીમાં સંગઠનની ત્રુટીઓ સામે આગેવાનોએ આગ ઓકી

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ધોબી પછડાટ બાદ આજે શહેર કોંગ્રેસની મળેલી કારોબારી બેઠકમાં કોંગ્રેસના નગર સેવકો અને આગેવાનોએ કોંગ્રેસ સંગઠનની ત્રુટીઓ સામે આગ ઓકી હતી. પ્રદેશ કોંગ્રેસના સંગઠનથી ગાંધી પરિવાર નારાજ હોવાને કારણે ચૂંટણી મેદાનમાં નહીં ઉતર્યાનું પણ રોષપૂર્વક જણાવ્યું હતું.શહેર કોંગ્રેસની આજે મળેલી કારોબારીમાં પણ પક્ષના સંગઠનની નારાજગી વ્યક્ત થઈ હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીની હાર માટે સંગઠનની નબળાઈનું કારણ દ ર્શાવ્યું હતું. તેઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના માળખાથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નારાજ હોવાને કારણે ચૂંટણી મેદાનમાં આવ્યા ન હતા.

જે બાબતે મનોમંથન કરવુ પડશે અને કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને સુધરી જવા માટે સંકેત આપે છે. તેઓએ સંગઠનની નીતિ રીતે સામે પણ પ્રશ્નો ઉભો કરી જણાવ્યું હતું કે, સારી સારી વાતો કરવાથી મેળ નહીં પડે. સારા બધા રહી જાય છે અને માખણીયા આવીને લાભ લઈ ચાલ્યા જાય છે. જે વાસ્તવિકતા જગ જાહેર હોવાનું જણાવ્યું હતું.

બેઠક દરમિયાન અન્ય આગેવાનોએ પણ હૈયા વરાળ ઠાલવી હતી. પ્રજા પાસે ગયા હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું. પરંતુ હારથી હારી નહી જઈ પ્રજા પાસે જઈ આગામી ચૂંટણી માટે મહેનત કરવા પણ ઉમેર્યું હતું. જ્યારે પ્રભારી શહેનાઝબેન બાબીએ તો આગામી 2024ની ચૂંટણીના ઉમેદવારો ચૂંટણીના દોઢ વર્ષ અગાઉ જાહેર કરવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરનાર હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...