તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:ભાવનગર જિલ્લામાં અલગ અલગ 5 સ્થળો પર જુગારના દરોડા, 64 હજારના મુદ્દામાલ સાથે 27 જુગારી ઝડપાયા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ભાવનગર શહેર અને તાલુકાઓમાં પોલીસની કાર્યવાહી

ભાવનગર શહેર અને જિલ્લામાં હોળી અને ધુળેટી ના પર્વ ને લઈ પોલીસે ઠેરઠેર જુગાર રમતાં જુગારીઓ પર રેઈટ કરીને જુગારીઓને ઝડપી લીધા છે જેમાં ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં માંથી 6 જુગારીઓ, ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે અલગ અલગ બે જગ્યાએથી 10 જુગારીઓ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી માંથી 7 જુગારીઓ, તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલડા ગામે થી 4 જુગારીઓ ઝડપી લીધા હતા,

બોરતળાવ પોલીસે 6 જુગારીઓને ઝડપી લીધાભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કુંભારવાડા માઢીયા રોડ, બાથાભાઈ ના ચોક પાસે આવેલ ખારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓ ને ઝડપી લીધા હતા જેમાં રાજુસિંગ ચૌધરી, સિપાઈસિંગ ચૌધરી, સરિવનબીન્દ બીન્દ, સુનિલકુમાર બીન્દ, રાજેશરામ રામ, મનોજરામ રામ સહિત ના જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 14,600 ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા,

બગદાણા પોલીસે બે જગ્યાએ રેઈટ કરી કુલ 10 જુગારીઓ ઝડપાયાભાવનગર જિલ્લાના બગદાણા ખાતે બે અલગ અલગ જગ્યાએ થી જુગારીઓ ઝડપાયો હતા જેમાં આંગણકા ચોકડી પાસે આવતા ખડસલીયા ગામમાં દલીતવાસ માં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં નટુભાઈ ડાભી, જોધાભાઈ મેર, નિલેશભાઈ મેર, વાલજીભાઈ મેર પાસેથી રોકડા રૂપિયા 5340 તથા બીજા જગ્યાએ કળમોદર જવાના રસ્તે બગદાણા ગામની પાટી વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા કિશોરભાઈ ગોહિલ, દમજીભાઈ બાંભણીયા, ભોળાભાઈ ભાલીયા, મુકેશભાઈ ગોહિલ, શંભુભાઈ શિયાળ, ગિરધરભાઈ ચૌહાણ પાસેથી રોકડા રૂપિયા 36,220 સહિતના મુદ્દામાલ સાથે બગદાણા પોલીસે ઝડપી લીધા હતા,

સિહોર પોલીસે 7 જુગારીઓ ઝડપી લીધાભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઘાઘળી ગામે સ્વામિનારાયણ આશ્રમ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પરેશભાઈ ડાભી, રમેશભાઈ ડાભી, ભરતભાઈ મકવાણા, ચેતનભાઈ ગોહિલ, રણજીતભાઇ મકવાણા, નાનુભાઇ ગોહિલ તથા ભુપતભાઇ ચુડાસમા સહિત ના પાસેથી રોકડા રૂપિયા 2930 ના મુદામાલ સાથે સિહોર પોલીસે ઝડપી લીધા હતા

તળાજા પોલીસે 4 જુગારીઓ ઝડપી પાડ્યાભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલડા ગામે ધાર પાસે ભુપતભાઇ વિરાભાઈ ડાભી ના ઘર આગળ આવેલ કાચા રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વિઠ્ઠલભાઈ નાથાભાઈ ઠંડ, તેજાભાઈ સાદુડભાઈ મકવાણા, મનજીભાઈ કાળુભાઇ વાઘેલા, નથુભાઈ સાદુડભાઈ મકવાણા પાસેથી રોકડા રૂપિયા 5060 ના મુદ્દામાલ સાથે તળાજા પોલીસે ઝડપી લીધા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં હોળી ધુળેટી ના તહેવારો ને લઈ પોલીસે જુદી-જુદી જગ્યાએ રેઈડ કરી ને જુગાર રમતાં કુલ 27 જુગારીઓ પાસેથી 64,150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ નીચે ગુન્હો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો