તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:સરકારી કચેરીમાં ફરજ બજાતી યુવતીના સ્કૂટર માં "ફૂરસો" સાપ ઘુસી જતાં અફડાતફડી મચી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરીશ્રૃપ પ્રેમીઓએ જીવ જોખમમાં મૂકીને અત્યંત ઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું

ભાવનગર શહેર સ્થિત એક સરકારી કચેરીમાં ફરજ બજાવતી યુવતીના સ્કૂટરમાં કયાકથી આવી ચડેલ અત્યંત ઝેરી સાપને શહેરના સરીશ્રૃપ પ્રેમીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી કલાકોની મહેનત બાદ સુરક્ષિત બહાર કાઢી આ સાપને નૈસર્ગિક વાતાવરણમાં પુનઃ છોડી યુવતીને નિર્ભય કરી હતી એ સાથે લોકોને સાપ અંગે જાગૃતિના પાઠ પણ ભણાવ્યા હતાં.

દર વર્ષે ભાવનગર શહેરમાં ચોમાસાની ઋતુમાં ભૂગર્ભમાં રહેતાં સાપ સહિતના સરિશ્રૃપો પોતાના નિયતકાળ મુજબ પ્રૃથ્વિ પર આહાર,સંવનની શોધમાં વિચરણ કરવા નિકળી પડે છે. જેમાં સર્પો જયારે માનવ વસાહતો તથા લોકોના સંપર્કમાં આવતાં સમસ્યા સર્જાય છે. ખાસ કરીને સાપને નિહાળતા જ લોકોના મનમાં ભયનું લખલખું ફરી વળે છે, જોકે તમામ પ્રકારના સર્પ ઝેરી નથી હોતાં પરંતુ લોકોના મનમાં રહેલો ભય તથા સાપ બાબતે લોકોનાં મન-મસ્તિષ્કમાં વર્ષો જૂની ઘર કરી ગયેલી ગેર માન્યતાઓ-અજ્ઞાતાને પગલે લોકો સાપને નિહાળતાં જ મારી નાખે છે, ત્યારે હવે વિવિધ માધ્યમો વડે લોકોમાં જાગૃતિ આવી રહી છે. આથી આ દુર્લભ જીવોના જીવ બચાવવા માટે શહેરમાં અનેક નવયુવાન યુવક-યુવતીઓએ આવા જીવોને બચાવવાનું પડકાર રૂપ બીડું ઝડપ્યું છે. હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ 50 થી વધુ રેસ્ક્યુ કોલ વોલેન્ટીયરોને મળી રહ્યાં છે.

આવો જ એક કોલ ભાવનગરના જાણીતા સર્પ પ્રેમી હર્ષ મકવાણા ભાવેશ સોની તથા ટીમને મળ્યો હતો. જેમાં વિગત એવાં પ્રકારે છે કે શહેરના વિદ્યાનગર સ્થિત ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી અને એરપોર્ટ રોડપર લીલાં ઉડાન પાછળ રહેતી પ્રિયંકા બારૈયા નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી સ્કૂટર લઈ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પોતાની જોબ પર પહોંચી હતી, જયાં સ્કૂટર પાર્ક કરી ડીકી ખોલી પર્સ લેવા જતાં પર્સ પાસે સાપ દેખાયો હતો. આથી યુવતીએ વિના વિલંબ કર્યે પોતાના મોબાઈલમાં આ સાપનો ફોટો પાડી કચેરી સ્થિત સહકર્મચારીઓને ફોટો બતાવી સઘળી વાત કરતાં એક અધિકારીએ વાઈલ્ડ લાઈફ વોલેન્ટીયર હર્ષ મકવાણાને કોલ કરતાં હર્ષ તથા ભાવેશ સોની તુરંત કચેરીએ પહોંચ્યા હતાં જયાં સ્કૂટરનુ પ્રાથમિક નિરિક્ષણ કરતાં સાપ નઝરે ચડ્યો ન હતો.

આથી ગેરેજે મિકેનિકને સ્થળપર બોલાવી સ્કૂટરના પાર્ટ ખોલી અલગ કર્યા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ બ્રેક લાઈટના પાછળના ભાગે આવેલE બોક્સમાથી અત્યંત ઝેરી ગણાતા અને તળપદી ભાષામાં "ફૂરસો" તરીકે ઓળખાતાં સાપને મહા મુસીબતે હેમખેમ બહાર કાઢ્યો હતો. આ સાપ અંગે હર્ષ તથા ભાવેશ સોનીએ જણાવ્યું હતું કે આ સાપ ભાવનગર શહેરમાં માત્ર અમુક વિસ્તારોમાં ભાગ્યેજ જોવા મળે છે. હિમોટોકસીક વેનમથી લેસ આ સાપ બાઈટ કરે તો ભોગ બનાનારને અસહ્ય પિડા થાય છે અને અસંખ્ય એન્ટીવેનમના ડોઝ લીધાં બાદ મુશ્કેલીથી જીવ બચાવી શકાય છે. આ સાપ મુખ્યત્વે રણ પ્રદેશોમાં વધુ જોવા મળે છે અને માંડ એક વેત જેટલી લંબાઈ ધરાવે છે, પરંતુ તેનું ઝેર કોબ્રા સાપ કરતાં પણ વધુ ઘાતક હોય છે. આ સાપ અંગે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા મુલાકાતીઓને અવગત કરાવ્યા હતા. આ ફૂરસા સાપને પકડી સુરક્ષિત નૈસર્ગિક સાનિધ્યમાં છોડી મુકવામાં આવ્યો હતો તથા યુવતીને પણ નિર્ભય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...