તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ફુલસરના આધેડને બાઈકે ટલ્લો મારતા મોત

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાવલીના પુલ પાસે પાછળથી આવી રહેલા અજાણ્યા બાઈક ચાલકે ટલ્લો માર્યો, ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત

ભાદરવી અમાસ નીમીત્તે ભાવનગરથી મધુવન ઝાંઝમેર ખાતે સુરધનદાદાના દર્શન કરવા જઈ રહેલા ભાવનગરના આધેડને અન્ય બાઈક ચાલકે પાછળથી ટલ્લો મારી દેતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

શહેરના ફુલસર કલ્યાણનગર ખાતે રહેતા અને ત્યાંજ પાનની ગલ્લો ચલાવતા કરમશીભાઈ સાર્દુલભાઈ પરમાર (ઉ.વ.55) આજે સોમવતી અમાસ હોવાથી પોતાની બાઈક પર અન્ય સંબંધીને લઈ તળાજા પાસેના મધુવન ઝાંઝમેર ખાતે સુરધન દાદાના દર્શન કરવા જઈ રહ્યાં હતા ત્યારે ઉંચડી પાસે આવેલા નાવલીના પુલ પાસે પાછળથી આવી રહેલા અજાણ્યા બાઈક ચાલકે તેને ટલ્લો મારી દેતા તે બાઈક સાથે પડી જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં દાઠા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...