સુવિધા:રોબોટિક સિસ્ટમથી લોહીના 92 ટેસ્ટથી સંપૂર્ણ સ્વસ્થ રક્ત

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારકોડ યુક્ત ઓટોમેક્સ મશીનથી સુવિધાઓ
  • ભાવનગર બ્લડ બેન્કમાં રક્ત દ્વારા ફેલાતા રોગોનું પરિક્ષણ કરતું રોબોટિક "ઇલેક્ટ્રા સિલિયા મશીન"

ભાવનગર બ્લડ બેન્ક આશરે 39 વર્ષથી ભાવનગર અને તેના આજુબાજુના વિસ્તારમાં તળાજા,પાલિતાણા,ધંધુકા ખાતે પણ સ્ટોરેજ સેન્ટરની મદદથી "સેઇફ રક્ત" પૂરું પાડે છે. આ બેન્ક રક્ત વિતરણ પ્રવૃત્તિથી સમજાયું છે કે જે રક્ત આપવામાં આવે છે એ અમૂલ્ય છે પણ 'જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી એમ બહુ જવલ્લેજ આપેલ રક્ત ક્યારેક અને જાતીય રોગ,કમાલનો રોગ વગેરે લાગુ પડે છે.

લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ત્રણેક વર્ષ પહેલા સૌરાષ્ટ્ર પ્રથમ વખત જ સંપૂર્ણ રક્તનું ગ્રુપ અને ક્રોસ મેચ તેમજ રીવર્સ ક્રોસ મેચ કરતું બારકોડ યુક્ત માનવીય ક્ષતિરહિત "ઓટ્ટો મેક્સ" મશીન વસાવેલ છે આ સાથે રક્ત દ્વારા ફેલાતા એચ.આઈ વી,હિપેટાઇટિસ 'બી' અને હિપેટાઇટિસ 'સી',સિફિલિસ અને મલેરિયાનું એક સાથે પરીક્ષણ કરતું રોબોટિક "ઇલેક્ટ્રા સિલિયા મશીન વસાવેલ છે અને તેમાં વપરાતી ફોર્થ જનરેસન કીટને લઈને વિન્ડો પિરિયડ ઓછો કરે છે અને બધા 92 ટેસ્ટ એક સાથે રોબોટિક સિસ્ટમને લઈને સંપૂર્ણ સ્વસ્થ રક્ત પ્રાપ્ત થાય છે અને તેનું પરીક્ષણ દર ત્રણ માસે મુંબઈની સેન્ટરલ લેબોરેટરીમાં થાય છે.

ભાવનગર બ્લડ બેન્કના રક્તનું પરિક્ષણ 100%પરફેક્ટ આવેલ છે.આ સિદ્ધિમાં ભાવનગરના નિયમિત રક્તદાતાનો ફાળો પણ અમૂલ્ય છે. સરદારનગર ગુરુકુળ સર્કલ સામે આવેલી ભાવનગર બ્લડ બેન્કની મુલાકાત લેવા ભાવનગરના નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે બ્લડ બેન્કના થેલીસીમિયા સેન્ટરની પણ મુલાકાત લઇ એ સર્વેના રક્તથી જિવંત રહેતા બાળકોની પણ મુલાકાત લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...