ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડરગાર્ટન ખાતે સૌપ્રથમ વખત ફુલ ફાગ હોલી રસિયા મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્લે હાઉસમાં ફુલ ફાગ હોલી રસિયા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડરગાર્ટનના બાળકો માટે ફુલ ફાગ હોલી રસિયા યોજાઈ હતી, બાળકો તથા વાલીઓ ફૂલ ફાગ હોલી રસિયા મનમૂકી રમ્યા હતા, આમ, વૈષ્ણવ ધર્મ સમાજમાં વસંત ડોલાત્સવનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે ભાવનગર ખાતે આવેલા ગોવર્ધનનાથજીની હવેલી પરિમલ ખાતે વસંત ડોલોત્સવની ઉજવણી થનાર છે, ફૂલ ફાગ મનોરથમાં બાળકો તથા વાલીઓ મનમૂકીને રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડરગાર્ટનના સરલા સોપારિયા, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, પૂર્વ ચેમ્બર પ્રમુખ, આગેવાનો તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.