મોંઘવારી:ફળોના ભાવમાં 20થી 50 ટકાનો થયેલો ભાવ વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગથી દુર રાખનારા
  • દર્દીઓને​​​​​​​ અપાતા ફ્રુટમાં નાળીયેર રૂા.50, ચીકુ રૂા.140 અને મોસંબીના ભાવ 1 કિલોના ભાવ રૂા.50ને આંબી ગયા

શહેરમાં હવે ધીમી ધીમે શિયાળાની ઋતુનું આગમન થાય તેના એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે શહેરમાં હજી ફળ-ફ્રૂટના ભાવમાં ઘટાડાને બદલે વધારો થયો છે. રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગીથી દુર રાખનારા ફળોના ભાવમાં વધારો હાલ મધ્યમ વર્ગને મુંઝવી રહ્યો છે. ખાસ કરીને દર્દીઓ માટે જરૂરી એવા નાળીયેર, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો થયો છે.

મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે. શાકના ભાવમાં બેથી અઢી ગણો વધારો થયા બાદ ફળો ખાવાનુ પણ મોંધુ થયુ છે. અને દર્દીને સામાન્ય રીતે નાળીયેર, મોસંબી, ચીકુ દેવામાં આવે છે. તેના ભાવો આસમાને પહોચ્યા છે.

ફળોના ભાવ
વસ્તુભાવ
સફરજન100
દાડમ140
મોસંબી50
સંતરા70
જમરૂખ60
ચીકુ140
કેળા (1 ડઝન)50
પોપૈયો60
કીવી (1 નંગ)50
સીતાફળ150
નાળીયેર50
પાયનેપલ100
(એક કિલોના ભાવો છે.)
અન્ય સમાચારો પણ છે...