એજ્યુકેશન:આજથી યુનિ.ની સ્નાતક સેમે. 3-5ની પરીક્ષાનો આરંભ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ 3 સેશનમાં પરીક્ષા લેવામાં આવશે
  • આ પરીક્ષામાં કુલ 27 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા, કોરોના હળવો થતા તંત્રને રાહત

એમકેબી યુનિ. દ્વારા આવતી કાલ તા.18 ઓક્ટોબરથી સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમા કોર્સીસની પરીક્ષાનો આરંભ થવા જઇ રહ્યો છે. જેમાં સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 3 અને 5ની બી.બી.એ., બી.એસ.ડબલ્યુ. બી.એસ.સી.(આઇટી), બી.કોમ.(ઓનર્સ) ,બી.કોમ., બી.આર.એસ., બી.એ., બી.એસસી., બી.સીએ. વિગેરે તથા એમબીએ સેમેસ્ટર-2 અને એમ.સી.એ સેમેસ્ટર-2ની પરીક્ષાઓ 3 સેશનમાં એટલે કે સવારે 8.30થી 10.30, સવારે 11.30થી બપોરના 1.30 તથા બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

આ પરીક્ષા માટે પેપરની સમયમર્યાદા બે કલાકની રહેશે તેમાં 56 માર્કસના સવાલોના જવાબ લખવાના રહેશે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર લગભગ શમી ગયો હોય યુનિ.ના તંત્રને ઘણી રાહત થઇ ગઇ છે. એક વર્ગમાં અગાઉ કોરોનાના પીકઅપ સમયગાળામાં માત્ર 20 પરીક્ષાર્થીઓને બેસાડવાનો નિર્ણય હતો પણ હવે કોરોનાની લહેર શમી જતા એક પરીક્ષા ખંડમાં 25થી 30 પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...