વિશેષ:આજથી યુનિ.ની પાંચમા તબક્કાની પરીક્ષાનો આરંભ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર ખાતે 11 સેન્ટરો પર ત્રણ સેશનમાં અને બહારગામના 16 સેન્ટરો પર ત્રણ સેશનમાં પરીક્ષાઓ લેવાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તારીખ 21 નવેમ્બર અને સોમવારથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓનો આરંભ થઈ રહ્યો છે જેમાં સ્નાતક કક્ષાએ સેમેસ્ટર એક તેમજ અનુસ્નાતક કક્ષાએ પ્રથમ અને તૃતીય સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે. આ પાંચમા તબક્કામાં કુલ 19,388 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનું આયોજન ઘડાયું છે.

યુ.જી. સેમેસ્ટર 1, પી.જી. સેમેસ્ટર 1 અને 3, બી.એડ. સેમેસ્ટર 1, બી.એડ. (એચ.આઈ.) સેમેસ્ટર 1, એલ. એલ. બી. સેમેસ્ટર 1ની રેગ્યુલર પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં ભાવનગર શહેર ખાતે 11 સેન્ટરો પર ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે. બહારગામના 16 સેન્ટરો પર ત્રણ સેશનમાં પરીક્ષાઓ લેવાશે. કુલ 27 સેન્‍ટરો પર પરીક્ષાનું આયોજન થયેલ છે. જેમાં પ્રથમ સેશન (8.30થી 11) માં કુલ 5543 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. બીજા સેશન (12 થી 2.30)માં કુલ 7595 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. ત્રીજા સેશન (3.30થી 6)માં કુલ 6250 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. આમ, કુલ મળીને 19,388 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ તા.21 નવેમ્બરથી લેવામાં આવશે.

ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિને કારણે પ્રથમ સત્રનો પ્રારંભ મોડો થવાને લીધે દિવાળી વેકેશન બાદ આ પરીક્ષા લેવાઈ રહી છે. યુનિવર્સિટીએ પણ હવે પરીક્ષાઓમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી નવા નવા પરિવર્તનો લાવવા પડશે. જેથી ટૂંકા ગાળામાં ઝડપથી પેપરોની ચકાસણી તેમજ પરિણામો પણ ઝડપથી આપી શકાય. વધુમાં ઓનલાઇન પેપરોની ચકાસણી કરવામાં આવે તો સેન્ટ્રલ એસેસમેન્ટમાં થતા બિનજરૂરી આર્થિક ખર્ચાઓ ઉપર આપોઆપ અંકુશ આવે અને કર્મચારીઓ ઉપરનું ભારણ પણ ઘણું ઘટાડી શકાય.

િવદ્યાર્થીનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ આવશ્યક
નવી શિક્ષણ નીતિમાં રૂઢિગત માળખાકીય વ્યવસ્થાને બદલે સરળ પારદર્શક તથા બહુ વૈકલ્પિક પરીક્ષા પદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા બોજારૂપ બનવાને બદલે વિદ્યાર્થીના બહિર્મુખી વ્યક્તિત્વ કેળવવામાં મદદ થાય એવી પરીક્ષા પદ્ધતિ અમલમાં આવશે જેમાં વિદ્યાર્થીનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ થવું પણ અત્યંત આવશ્યક છે. જે વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બની શકે છે.

ગોખણીયું જ્ઞાન ચકાસતી પરીક્ષાનો અંત આવશે
વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ મોકટેસ્ટ ફીડબેક તેમજ આઉટ કમ બેઇઝડ ટીચિંગ દ્વારા થવાથી વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાછા પડશે નહીં. સ્લો લર્નર વિદ્યાર્થીઓ માટે રેમેડીયલ ક્લાસ રૂમ લેક્ચર્સનું આયોજન તથા ફાસ્ટ લર્નર્સ માટે કોન્ફરન્સ, સેમિનાર, આઈસીટી બેઝ્ડ ટીચિંગથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને નિખારવામાં આવશે. ગોખણીયા જ્ઞાન વડે અપાતી પરીક્ષાઓનો નવો શિક્ષણનીતિના અમલમાં આવતા અંત આવશે. > પ્રિ.હેતલબેન મહેતા, ઈ.સી. સભ્ય, એમ.કે.બી. યુનિ.

અન્ય સમાચારો પણ છે...