વેકેશન જાહેર:આજથી ઉનાળુ વેકેશન અને કોરોના કાબૂમાં જેથી પ્રવાસન ખિલશે, 13 જૂનથી નવા સત્રનો આરંભ થશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેકેશન દરમિયાન બહારગામ હરવા-ફરવા જવાના આયોજન ઘડવામાં આવ્યા

કોરોનાનો રોગચાળો કાબૂમાં છે ત્યારે આવતી કાલથી શરૂ થતા ધો.1થી ધો.12ના હજારો વિદ્યાર્થીઓ માટેના ઉનાળુ વેકેશનમાં હરવા-ફરવાની મોજમજા માણી શકાશે. આ વર્ષે 35 દિવસના આ ઉનાળુ વેકેશનમાં જિલ્લા, રાજ્ય અને રાજ્ય બહાર પરિવાર કે મિત્રો, સગા-સંબંધીઓ સાથે જવાના કાર્યક્રમો ઘડવામાં આવ્યાં છે. 1 જૂનથી 2022-23ના નવા શૈક્ષણિક વર્ષનો આરંભ થશે. ત્યાં સુધી વિદ્યાર્થીઓ વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઇને ભણતરના વર્ષભરના ભારમાંથી હળવા થશે.

9મી મેથી 12 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહ્યા બાદ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ 13મી જૂનથી ફરી નવા સત્ર સાથે રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં 1280 જેટલી સરકારી, મ્યુ. કોર્પોરેશન તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓ તથા 425 જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આવતી કાલ તા.9 મેથી ઉનાળે વેકેશનનો આરંભ થઇ રહ્યો છે.

ગત વર્ષ અને તેના પૂર્વેના એટલે કે બે વર્ષથી વિદ્યાર્થીઓ ક્યાંય કોરોનાના ડરથી બહાર હરવા-ફરવા ગયા ન હતા તે આ વર્ષે કોરોના કાબૂમાં જઇ શકશે. ઉનાળુ વેકેશન હોય ખાસ તો ઉત્તર વિભાગમાં હરવા-ફરવાના આયોજન ઘડાયા છે. આ ઉપરાંત વેકેશનમાં સમર કેમ્પ યોજાયા છે. જેમાં અનેકવિધ ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

જેમાં યોગ, ગીત સંગીત, રમતગમત, ગાયન-વાદન, મહેંદી, સંગીત, ચિત્રકલા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ વેકેશનમાં પરિવાર સાથે બહારગામ હરવા-ફરવા જવાના આયોજન ઘડ્યા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ઉનાળાના વેકેશનમાં કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ કે શિક્ષકો 35 દિવસના વેકેશનમાં હરવા ફરવાનો લાભ લઈ શકયા ન હતા પરંતુ આ વર્ષે ઉનાળુ વેકેશન શરૂ થયું છે ત્યારે કોરોના કાબુમાં હોય ભાવનગર સહિત ગુજરાતમાંથી ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારમાં હરવા ફરવા જવાના પ્રવાસ ગોઠવાયા છે.

ધો.1થી 12માં એક સમાન હોય છે વેકેશન
દરેક જિલ્લાના શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંકલન કરીને બન્ને વર્ગોના સાથે વેકેશન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તારીખ 9 જૂનથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. મહત્વનું છે કે, દર વર્ષે વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ઉનાળુ અને દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતા હોય છે.

આ સાથે કેટલીક જાહેર રજાઓ દરમિયાન ક્યારે રજા રહેશે તે પણ અગાઉથી નિશ્ચિત હોય છે. માધ્યમિક શાળાઓ માટે બોર્ડ દ્વારા વાર્ષિક કેલેન્ડર અગાઉ જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...