સુવિધા:આજથી ઘર આંગણે RTPCR ટેસ્ટ કરી આપશે, કોર્પોરેશનની ટીમ તમારા ઘરે આવશે

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફોન નં.0278-2430245 પર સંપર્ક કરી વોટ્સ એપ નંબર નોંધાવી આધારકાર્ડ મોકલવાનું રહેશે

ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઘર આંગણે કોવિડ માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવાની સુવિધા આવતીકાલથી શરૂ કરવામાં આવશે.\n મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલ તા.12 થી કોવિડ ટેસ્ટ ઓન કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે.

પરિવારના કોઈપણ વ્યક્તિનું આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ ફોન નં. 0278-2430245 પર સંપર્ક કરી જે તે વ્યક્તિનો વોટ્સ એપ નંબર મેળવવાનો રહેશે. અને આ વોટ્સ એપ નંબર પર પરિવારના સભ્યનો આધાર કાર્ડ મોકલવાનું રહેશે. જેથી રહેઠાણનું સ્થળ પર આરોગ્ય ટીમ આવી વિનામૂલ્યે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરી આપશે. જેથી હવે ભાવનગરના લોકોને ઘર આંગણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરી આપવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...